મુંબઈઃ આયુષ્માન ખુરાના અને સારા અલીખાન સ્ટારર એક્શન સિક્વન્સ ફિલ્મ 'ઉડતા તીર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક કોમેડી સ્પાય થ્રિલર ફિલ્મ છે. ટ્રેલરમાં ભરપૂર કોમેડી દેખાઈ રહી છે. ટ્રેલરની શરૂઆત જ દમદાર ડાયલોગ સાથે થાય છે. જેમાં પાકિસ્તાનના સૈન્યના ઉચ્ચ અધિકારી કહે છે કે, હિન્દુસ્તાની એક કે બાદ એક અપને જાસુસ પાકિસ્તાન ભેજતે હી જા રહે હૈં. 3 મિનિટ અને 18 સેકન્ડનું ટ્રેલર ફીલ કરાવે છે કે, ફિલ્મ પૂરી રીતે થિયેટર્સ ફીલવાળી છે. એક્શન, રોમાંચ, રોમાન્સ, દેશભક્તિ અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ ફેન્સને થિયટર્સમાં જવા મજબૂર કરે છે.
કોમેડી સાથે ટ્વિસ્ટ
પેટ પકડીને હસાવવા માટે ફરીવાર આયુષ્માન અને સારા અલીખાન આવી રહ્યા છે. આ પહેલા પણ બન્નેની ફિલ્મ 'પતિ-પત્ની ઔર વો દો' આવી હતી. આ ફિલ્મ પણ કોમેડી સાથે દેશભક્તિના રંગેથી લોકોને રંગી દેશે. ટ્રેલર પરથી એ સમજી શકાય છે કે, ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક પાકિસ્તાની જાસુસ છે અને તે ભારત આવે છે. એનું નામ બિલાલ છે. એક મિશન સાથે ભારતમાં આવે છે. સૌથી શોકિંગ ફ્રેમ એ છે કે, જ્યારે પાકિસ્તાનથી ફોન આવે છે અને પાછળથી ભારત માતા કી જયના જયજયકાર ગુંજે છે. એ સમયે આયુષ્માનના હાથમાં પણ તિરંગો હોય છે. સવાલ એ થાય કે, પાકિસ્તાની જાસુસ ભારત માતાની જય કેમ બોલી રહ્યો છે? આ જ સવાલની આસપાસ આ ફિલ્મ ફરી રહી છે. એકથી એક બેસ્ટ ટ્વિસ્ટ અને ફ્રેમ સાથે આયુષ્માન અને સારા અલગ અંદાજમાં જોવા મળે છે. રામ કપૂર અને ગુલશન ગ્રોવર પાકિસ્તાનના સૈન્યના ઉચ્ચ અધિકારીનો રોલ પ્લે કરે છે.

ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ
એક નાનકડા બ્રેકબાદ સારા અલીખાન બિગ સ્ક્રિન પર કમબેક કરી રહી છે. સારા પોતાના દેશ માટે પાકિસ્તાનના જાસુસને પકડાવી દેવા માટે નેટવર્ક ઊભું કરે છે. આ માટે એક મિશન પર નીકળે છે. સારા અને આયુષ્માનની ઓનસ્ક્રિન કેમેસ્ટ્રી પણ દમદાર દેખાઈ રહી છે. એક પછી એક જાસુસ પકડાય પણ છે. એ કોણ છે એ સ્પષ્ટ થતું નથી પણ ટ્રેલર પરથી એટલું કહી શકાય કે ફિલ્મમાં ઘણી એવી ફની મોમેન્ટ જોવા મળી શકે છે. કોમેડીમાં એક વધારાનો ડોઝ ત્યારે આવે છે ત્યારે આતંકીસંગઠનના વીડિયો દર્શાવાય છે.

આકાશ કૌશિક આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. કલર્સ, કોમેડી અને એક્શન સિક્વન્સમાં ફિલ્મ અંતે ક્યા વિષય સુધી પહોંચે છે એના પર ફેન્સની નજર રહેશે. આ સિવાય પણ આયુષ્માનની એક રોમેન્ટિક ફિલ્મ આવી રહી છે. 'યે પ્રેમ મોલ લિયા'.'ઉડતા તીર' 9 ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. દશેરાના તહેવારની આસપાસ લોકોને ફેસ્ટિવલની સાથે ફિલ્મી ડોઝ મળી રહેશે.