Mon Nov 16 2026

Logo

SRHની ઓનર કાવ્યા મારન અને કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર બંનેમાંથી કોણ છે સૌથી વધારે અમીર?

2026-10-17 14:16:57
Author: Darshana Visaria
SRHની ઓનર કાવ્યા મારન અને કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર બંનેમાંથી કોણ છે સૌથી વધારે અમીર?

Kavya Maran, Anirudh Ravichander


સાઉથ અને બોલીવૂડમાં પોતાના ધૂમ મચાવતા સંગીતથી ઓળખ બનાવનાર જાણીતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સહ માલિક કાવ્યા મારન વચ્ચે લગ્નની અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જોડી 11મી નવેમ્બર, 2026ના રોજ ગ્રીસમાં લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. જોકે, બંને પક્ષ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. 

કાવ્યા મારન દેશના અગ્રણી બિઝનેસ અને મીડિયા પરિવારમાંથી આવે છે, જ્યારે અનિરુદ્ધ ભારતીય સિનેમામાં પોતાની અસાધારણ પ્રતિભાના દમ પર સૌથી વધુ કમાણી કરતા સંગીતકારોમાં સ્થાન ધરાવે છે. આ ચર્ચાઓ વચ્ચે અનિરુદ્ધ અને કાવ્યાની સંપત્તિની વિગતો પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

Anirudh Ravichander 

અનિરુદ્ધ રવિચંદરની નેટવર્થ અને કમાણીના સ્ત્રોત
મીડિયા અહેવાલો મુજબ, અનિરુદ્ધ રવિચંદરની પર્સનલ નેટવર્થ આશરે રૂપિયા 50 કરોડ જેટલી આંકવામાં આવી છે. અનિરુદ્ધ ફિલ્મોમાં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર આપવા માટે સૌથી મોંઘા કમ્પોઝર્સમાંથી એક છે. તેઓ એક પ્રોજેક્ટ માટે આશરે રૂપિયા આઠ કરોડથી રૂપિયા 10 કરોડ જેટલી જંગી ફી વસૂલે છે.

અનિરૂદ્ધની કમાણી માત્ર ફિલ્મી ગીતો પૂરતી મર્યાદિત નથી. દેશ-વિદેશમાં હાઉસફુલ જતા તેમના લાઈવ મ્યુઝિક કોન્સર્ટ્સ, મ્યુઝિક સ્ટ્રીમિંગ રોયલ્ટી, પ્રાઈવેટ આલ્બમ્સ અને મોટી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ દ્વારા તેઓ મોટી કમાણી કરે છે. અનિરુદ્ધ સુપરસ્ટાર રજનીકાંતના ભત્રીજા પણ થાય છે, પરંતુ તેમણે પોતાની ઓળખ માત્ર પોતાના વિશિષ્ટ સંગીત અને મહેનતના આધારે બનાવી છે.

કાવ્યા મારનનું બિઝનેસ સામ્રાજ્ય અને નેટવર્થ
અંગત સંપત્તિ: કાવ્યા સન ગ્રુપના પ્રમોટર કલાનિધિ મારનની દીકરી છે. રિપોર્ટ્સ મુજબ, તેની વ્યક્તિગત નેટવર્થ આશરે રૂપિયા 400 કરોડથી રૂપિયા 500 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે. તેમના પરિવારની માલિકી હેઠળનું સન ગ્રુપ ભારતનું મોટું મીડિયા નેટવર્ક છે, જેની કુલ વેલ્યુએશન રૂપિયા 19,000કરોડથી પણ વધુ હોવાનું મનાય છે.
SRH Co-Owner Kavya Maran

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગ્રીસમાં ખાનગી સમારોહ યોજાયા બાદ ચેન્નઈમાં એક ભવ્ય રિસેપ્શન રાખવામાં આવી શકે છે. જેમાં ફિલ્મ ઉદ્યોગ, રાજકારણ અને ક્રિકેટ જગતના દિગ્ગજો હાજરી આપશે. તમિલનાડુના રાજકીય અગ્રણીઓને પણ આમંત્રણ મોકલાયા હોવાની ચર્ચા છે. જોકે, લગ્નની તારીખ અને ગેસ્ટ લિસ્ટ અંગે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

કોણ છે અનિરુદ્ધ રવિચંદર?
વર્ષ 2012માં આવેલી ફિલ્મ '3'ના વાઈરલ ગીત 'વાય ધીસ કોલાવેરી ડી'થી અનિરુદ્ધે ખૂબ જ નાની ઉંમરે સમગ્ર દેશમાં ખ્યાતિ મેળવી હતી. તે પછી તેમણે 'વિક્રમ', 'જવાન' અને 'જેલર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અસાધારણ સંગીત આપીને ફિલ્મપ્રેમીઓને ઘેલા કર્યા છે. હાલમાં તેઓ નેલ્સન દિલીપકુમારની આગામી ફિલ્મ 'જેલર 2'ના સંગીત સાથે સંકળાયેલા છે.