Tue Nov 10 2026

Logo

મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી હાર દેખાતા શું બોલ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ? વાયરલ થયું નિવેદન...

New York   2026-11-04 11:04:00
Author: Vimal Prajapati
મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી હાર દેખાતા શું બોલ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ? વાયરલ થયું નિવેદન...

ન્યૂ યોર્કઃ અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં મતદાન બાદ પરિણામની વાત કરવમાં આવે તો, તખ્તો પટલાઈ શકે તેવું શરૂઆતી આંકડા પરથી લાગી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે, ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અગ્ની પરિક્ષા સમાન છે. આ મિડટર્મ ચૂંટણીના પરિણામ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું બેલેટ (ચૂંટણીના મેદાનમાં)માં નહોતો, જો હોત તો અમે ભારે બહુમતી સાથે જીત હાંસલ કરોત’. મિડટર્મ ચૂંટણીના રિઝલ્ટ વચ્ચે ટ્રમ્પનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. 

મિડટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં મતદાન બાદ પરિણામની વાત કરવામાં આવે તો, તખ્તો પટલાઈ શકે તેવું શરૂઆતી આંકડા પરથી લાગી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે, ડેમોક્રેટિક પાર્ટી 52 બેઠકો સાથે આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. રિપબ્લિક પાર્ટીને હજી 40 બેઠકો મળી છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અગ્ની પરિક્ષા સમાન છે. પોતાના હાર થતી હોવાનું દેખાઈ જતા ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, જો હું ચૂંટણીના મેદાનમાં હોત તો અમારી જીત પાક્કી હતી. 

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ ઝળક્યાં

આ ચૂંટણીમાં ત્રણ ભારતીય મૂળના નેતાઓ અમેરિકન નેતાઓને ચૂંટણીમાં હરાવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય મૂળના નેતા પિયા ડાંડિયા, અરૂણા મિલર અને સુહાસ સુબ્રમણ્યમે આ મિડટર્મ ચૂંટણીમાં જીત હાંસલ કરી લીધી છે. આ ત્રણેય નેતાઓ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે, જેમણે રિપબ્લિક પાર્ટીના નેતાઓને માત આપી છે. ટ્રમ્પની પાર્ટીએ અત્યારે ચૂંટણીના આ મેદાનમાં પાછળ ચાલી રહી છે. પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 12 બેઠકો પાછળ ચાલી રહી છે.