Tue Nov 17 2026

Logo

અક્ષય કુમાર અને રાશિ ખન્નાનું ધમાકેદાર શૂટિંગ: 1 કરોડના ગીતનો વીડિયો લીક

2026-10-17 17:38:37
Author: Mumbai Samachar Team
અક્ષય કુમાર અને રાશિ ખન્નાનું ધમાકેદાર શૂટિંગ: 1 કરોડના ગીતનો વીડિયો લીક

ઋષિકેશઃ આ વર્ષની શરૂઆત અક્ષય કુમાર માટે શુભ રહી છે પણ 'હૈવાન' ફિલ્મે ગણતરી થોડી ખરાબ કરી દીધી હતી. બીજી તરફ 'ભૂત બંગલા' આવતા બધુ થાળે પડી ગયું હતું. એ પછી 'વેલકમ ટુ જંગલ' આવી. આ બન્ને ફિલ્મ હિટ સાબિત થઈ અને ચાલી ગઈ. હવે અક્ષય કુમાર પોતાની એક નવી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. 

હાલમાં આ ફિલ્મનું શુટિંગ ઉત્તરાખંડના ઋષિકેશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ અનિઝ બઝ્મી બનાવી રહ્યા છે. જેમાં તે રાશિ ખન્ના અને વિદ્યા બાલન સાથે જોવા મળશે. અક્ષય અને વિદ્યાની આ ફિલ્મ એક લાંબા સમયના બ્રેક બાદ આવી રહી છે. આ ફિલ્મના ટાઈટલ અંગેની કોઈ વિગત સામે આવી નથી.

સિંગટોલી પુલ પર દેખાયા સેલેબ્સ

ઉત્તરાખંડના મસ્ત લોકેશન પર રાશિ ખન્ના સાથે અક્ષય કુમાર શુટિંગ કરી રહ્યો છે. ફિલ્મનું શુટિંગ દમદાર રીતે ચાલી રહ્યું છે. માત્ર ઋષિકેશ જ નહીં દહેરાદૂનની જુદી-જુદી જગ્યાઓ પર શુટિંગ ચાલી રહ્યું છે. આ શેડ્યુલ પુરૂ કરીને તેઓ ઋષિકેશ આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે. બન્ને સેલેબ્સ તાજેતરમાં જ સિંગટોલી પુલ પર જોવા મળ્યા હતા. આ વિસ્તારની આસપાસ પણ શુટિંગ થયું હોવાનું જોવા મળ્યું છે. 

આ વિસ્તારના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દહેરાદૂન અને મસુરીમાં કેટલાક રોમેન્ટિક ગીતનું શુટિંગ ચાલી રહ્યું છે. કેટલાક મહત્ત્વના સીન પણ અહીંયા શુટ થયા છે. સેબેલ્સ ઋષિકેશ પહોંચે એ પહેલા ફિલ્મનું યુનિટ અહીંયા પહોંચી ગયું હતું. શુટિંગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થઈ ગયા હતા. 

આઉટડોર લોકેશન પર કલાકારોની એક ઝલક જોવા માટે લોકોએ દોટ મૂકી હતી. અહીંયા એક ગીતનું શુટિંગ ચાલી રહ્યું છે. જેના પર 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વિજય ગાંગુલીએ સમગ્ર ગીતની કોર્યોગ્રાફી કરી છે. આ એક પોસ્ટ ક્રેડિટ ગીત હોવાનું જાણવા મળ્યું છે. 

 લાંબા બ્રેક બાદ કમબેક

આ ગીતના શબ્દો કે ફિલ્મનું નામ સામે આવ્યું નથી. આવનારા દિવસોમાં મેકર્સ આ અંગે કોઈ મોટું એલાન કરી શકે છે. આ ફિલ્મમાં અક્ષયનો એક અલગ અંદાજ જોવા મળશે. 'ભૂત બંગલા' પછી અક્ષયની આ બીજી મોટી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. 

ફિલ્મ અંગે વધુ કોઇ વિગત સામે આવી નથી પણ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને શુટિંગ લોકેશન પર શુટ થઈ રહ્યું છે. આ પછી એડિટિંગનું કામ શરૂ થશે અને ફિલ્મનું ટિઝર પણ રિલીઝ કરવામાં આવશે. આ પછી ટ્રેલર રિલીઝ થશે. વિદ્યા બાલન એક નાનકડા બ્રેક બાદ ફરી ઓન સ્ક્રિન થઈ રહી છે.