Mon Nov 16 2026

Logo

'અક્કા'નું ટીઝર રિલીઝ: 800 વર્ષ જૂની મહિલા સત્તાની જંગમાં કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેનો લૂક વાયરલ..

2026-10-17 21:49:04
Author: Mumbai Samachar Team
'અક્કા'નું ટીઝર રિલીઝ: 800 વર્ષ જૂની મહિલા સત્તાની જંગમાં કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેનો લૂક વાયરલ..

મુંબઈઃ જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટે અને કીર્તિ સુરેશની મચ અવેઈટેડ વેબસિરીઝ 'અક્કા'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. કીર્તિ સુરેશના જન્મદિવસ પર આ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબસિરીઝમાં બન્ને એક્ટ્રેસનો લૂક દમદાર લાગી રહ્યો છે. 1980ના દાયકામાં ભારતના એક કાલ્પનિક શહેર પનુરૂ પર આધારિક આ એક ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જેમાં મહિલાઓના વર્ચસ્વની લડાઈ છે અને સાથે સાથે ગૅંગવૉર સસ્પેન્સ વધારે છે. સિરીઝમાં એક એવી લડાઈ દેખાડવામાં આવી છે જેમાં સત્તા કેન્દ્રમાં છે. આ સત્તાની દોરી મહિલાઓના હાથમાં છે. દુશ્મનીની આગમાં જે રીતે એક પછી એક ફ્રેમ ફરે છે, જે છેક સુધી દર્શકોને જકડી રાખે છે. સંબંધો કરતા વધુ મહત્ત્વ અહીંની રાજકીય તાકાત અને સિદ્ધાંતને આપવામાં આવ્યું છે. 

માફિયાઓની દુનિયામાં પણ મહિલા
ખાસ વાત એ છે કે, કીર્તિ સુરેશ 'અક્કા'થી ઓટીટીની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. રાધિકા આપ્ટે અને કીર્તિ સુરેશના પાત્રનો ખ્યાલ ટીઝર પરથી જ આવી જાય છે. બન્નેના પાત્ર ખૂબ પ્રભાવશાળી રીતે લખાયેલા છે. સિરીઝમાં બન્ને વચ્ચે જે તણખા ઝરે છે એની સ્ટોરી છે. માત્ર સત્તા પર જ નહીં માફિયાઓની દુનિયામાં પણ મહિલાઓનો દબદબો રહ્યો છે એવું સિરીઝમાં દર્શાવાયું છે. 

માત્ર ક્રાઈમ પુરતી જ સ્ટોરી સિમીત નથી, પરંપરા, ખેંચતાણ અને આંતરિક ડખા સિરીઝના દરેક એપિસોડમાં જોવા મળશે, જે એક નવા જ પ્રકારના સંઘર્ષને જન્મ આપે છે. બન્ને વચ્ચેની ટક્કર ટીઝરમાંથી જ ખ્યાલ આવી જાય છે. રૂદ્રા અને ભવાની પોતાના સિદ્ધાંત પર કામ કરે છે. આખરે સિઝનનો અંત કેવી રીતે થાય છે અને કોણ લાવે છે એના પર સૌની નજર રહેલી છે. 
આ સિરીઝ અંગે કીર્તિએ કહ્યું હતું કે, દર્શકો પાસેથી મળતો પ્રેમ હંમેશાં ખાસ હોય છે. 'અક્કા' મારા હાર્ટથી ખૂબ નજીક છે. રાધિકા સામે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. બે પાત્રોની કેમેસ્ટ્રી અને ટક્કર જોવાની દર્શકોને મજા આવશે. આ ટક્કરની વાર્તા સિરીઝને ખાસ બનાવે છે. 

ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે સિરીઝ?
આ સિરીઝ ઓટીટી પર સ્ટ્રીમ થવાની છે. રાધિકા આપ્ટેએ કહ્યું હતું કે, રૂદ્રાના પાત્રમાં એક જટિલતા છે. એના દૃષ્ટિકોમ અલગ અલગ છે. રૂદ્રા પોતાના સિદ્ધાંતો પર ચાલે છે. સિરીઝમાં આ બન્ને પાત્ર સિવાય પણ ઘણા પાત્ર છે, દરેક પાત્રની અલગ જગ્યા છે અને મહત્ત્વ પણ છે. આ મારા માટે એક અલગ સ્ટોરી રહી છે. YRF એન્ટરટેઈમેન્ટ સાથે કામ કરવાનો અનુભવ પણ દમદાર રહ્યો છે. ધર્મરાજ શેટ્ટીએ સિરીઝનું ડાયરેક્શન કર્યું છે. આ એમના કરિયરની પણ પહેલી સિરીઝ છે. સિરીઝમાં તન્વી આઝમીનો રોલ પણ દમદાર છે. સમગ્ર સિરીઝમાં મહિલાઓનો દબદબો જોવા મળવાનો છે. મેકર્સને આશા છે કે, આ સિરીઝ હીટ જઈ શકે છે. જોકે, 30 ઑક્ટોબરના આ સિરીઝ રિલીઝ થશે, ત્યારે જોવાનું રહેશે દર્શકોને ગમશે કે નહીં.