Wed Oct 14 2026

Logo

અમદાવાદમાં રોડ પર ચાલતી જતી વિદ્યાર્થિનીને ક્રેને પાછળથી આવીને ચગદીને મારી નાંખી, CCTV જોઈ થથરી જશો

2026-09-23 10:07:55
Author: Mayur Patel
અમદાવાદમાં રોડ પર ચાલતી જતી વિદ્યાર્થિનીને ક્રેને પાછળથી આવીને ચગદીને મારી નાંખી, CCTV જોઈ થથરી જશો

અમદાવાદઃ  શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો.અમદાવાદમાં રોડ પર ચાલતી જતી વિદ્યાર્થિનીને ક્રેને પાછળથી આવીને ચગદીને મારી નાંખી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. 

મંગળવારે શહેરની સિલ્વર ઑક કૉલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીનું કૉલેજ બહાર જ ક્રેનની અડફેટે મોત નિપજ્યું હતું.  મળતી વિગતો અનુસાર કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિની ચાલતા ચાલતા કૉલેજની બહાર નીકળી હતી. હજુ તે કૉલેજના 200 મીટરના અંતે પહોંચી કે બેફામ આવતી ક્રેને તેને જોરદાર ટક્કર મારી હતી અને યુવતી રસ્તા પર પડી ગઈ હતી. તે સમયે ક્રેનનું પૈડું પણ તેના પર ફરી વળ્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

આ અકસ્માત બાદ ક્રેનનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી.  પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તપાસના ભાગરૂપે તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ક્રેન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ ક્રેનની માલિકી કોની છે અને અકસ્માત સમયે તે ક્યાં જઈ રહી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.