Tue Oct 13 2026

Logo

કેટલા વર્ષનો થયો અભિજીત દીપકે? બર્થ-ડે વિશ કરતા આશુતોષ રાંકાએ શું લખ્યું?

2026-09-29 14:27:00
Author: Mumbai Samachar Team
કેટલા વર્ષનો થયો અભિજીત દીપકે? બર્થ-ડે વિશ કરતા આશુતોષ રાંકાએ શું લખ્યું?

મુંબઈઃ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજીત દીપકેને તેના જન્મદિવસ પર આજે દેશ-વિદેશથી શુભેચ્છાઓ મળી રહી છે. સીજેપીના સહ-સંયોજક અને પ્રવક્તા આશુતોષ રાંકાએ અભિજીત દીપકે સાથે પોતાના ઘણા ફોટોગ્રાફ્ઝ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.
 
આશુતોષ રાંકાએ અભિજીત દીપકેને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. તેણે એક્સ પર લખ્યું હતું કે 'જન્મદિવસની શુભેચ્છાઓ અભિજીત દીપકે. જયારે અમે આશાઓ ગુમાવી ત્યારેતે આ દેશને સંભાળ્યું હતું અને આગળ વધાર્યુ, તે દરેક ભવ્ય વસ્તુઓ અને પળો માટે જે આપણી રાહ જોઈ રહી છે.' 

કેટલા વર્ષનો છે અભિજીત દીપકે?
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 29 સપ્ટેમ્બર 1995માં જન્મેલા અભિજીત દીપકેએ આજે 31 વર્ષ પૂર્ણ કર્યા છે. સીજેઆઈની બેરોજગાર યુવાનોની ટિપ્પણી બાદ 16 મે 2026 એ અભિજીત દીપકે દ્વારા જાહેર કોકરોચ જનતા પાર્ટીને સોશિયલ જનતા પાર્ટી(CJP)ને સોશિયલ મીડિયા પર આજે લાખો લોકો ફોલો કરે છે. 

અભિજીત દીપકે એ દિલ્હીમાં જંતરમંતર ખાતે નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સોનમ વાંગચૂક સાથે ભૂખ હડતાળ અને આંદોલન કર્યું હતું. 20 જુલાઈએ માર્ચ દરમિયાન હિંસા પણ જોવા મળી હતી. 25 જુલાઈએ શિક્ષણ પ્રધાનના રાજીનામાં બાદ સીજેપીએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અભિજીત દીપકે વધુ લાઇમલાઇટમાં આવી ગયો હતો. 

કોણ છે અભિજીત દીપકે?
છત્રપતિ સંભાજીનગર નિવાસી 31 વર્ષનો અભિજીત દીપકે અંદાજે 2 વર્ષ અમેરિકા રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે તેણે પુણેથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભિજીત દીપકે લગભગ 3 વર્ષ સુધી આમ આદમી પાર્ટી (આપ)થી જોડાયેલો રહ્યો હતો. થોડો સમય તે પાર્ટી સાથે કામ કર્યું અને ત્યારપછી તે ઘરે માસ્ટર ડિગ્રીની તૈયારી કરવા લાગ્યો હતો. ત્યાર બાદ બોસ્ટન યુનિવર્સીટીથી તેણે પબ્લિક રિલેશન્સમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી.