નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકેના શરતી જામીન કોર્ટે મંજૂર કરી દીધા છે. દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે. શાંતી જાળવી રાખવા માટે કહ્યું છે. આ વિષય સંબંધિત 50 હજાર રૂપિયાનો સિક્યોરિટી બોન્ડ ભરવા માટેનો આદેશ આપ્યો છે. બોન્ડ ભરવા માટેની પ્રક્રિયા પૂરી થયા બાદ એમને મુક્ત કરી દેવામાં આવશે. કોર્ટના આદેશ બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, દીપકેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં નહીં આવે.
નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધો
પીસ બોન્ડ પર સહી કર્યા બાદ તે મુક્ત થઈ જશે. આ સાથે કોર્ટે એવા આદેશ આપ્યા છે કે, પીસ બોન્ડ સાથે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શાંતિનો ભંગ તેઓ નહીં કરી શકે. શુક્રવારે નવી દિલ્હીમાં તિરંગા માર્ચ અંતર્ગત એમને પોલીસે પકડી લીધા હતા. ઓલ ઈન્ડિયા સ્ટુડન્સ એસો.ના અધ્યક્ષ નેહા બોરાને પણ પકડી લેવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા એમની મુક્તિ મુશ્કેલી ભરી હોય એવું લાગી રહ્યું હતું પણ દિલ્હી પોલીસે એના નિવાસ સ્થાનેથી પકડી લીધો હતો.
શનિવારે પૂરતી સિક્યોરિટી સાથે દિલ્હીની કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા હતા. મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એમની રજૂઆતને લઈ વકીલના રિપોર્ટમાંથી એક વાત જાણવા મળી હતી. કોર્ટે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ શરતી જામીન મંજૂર કર્યા હતા. પીસ બોન્ડની પ્રક્રિયા પૂરી કરી લીધા બાદ પોલીસ તપાસ કર્યા પછી એમને તે મુક્ત કરશે.
મંજૂરી વગર વિરોધ પ્રદર્શન
દિલ્હી પોલીસે શુક્રવારે BNSSની કલમ 163 અંતર્ગત લાગુ કરેલા પ્રતિબંધાત્મક આદેશો લાદવા માટેના આધાર અંતર્ગત કાર્યવાહી કરી હતી. કોક્રોચ જનતા પાર્ટીના સમર્થકોએ એવો આરોપ લગાવ્યો હતો કે, દીપકેને એવી જગ્યાએ લઈ જવાયા જે અંગે તાત્કાલિક કોઈ જાણકારી ન મળી શકે. વકીલ સાથે વાત કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી ન હતી.
નવી દિલ્હીના કનોટ પ્લેટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લાગુ કરેલી કલમને ભંગ કરવા બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. હકીકત એ પણ છે કે, કોક્રોચ જનતા પાર્ટીએ આ વિરોધ પ્રદર્શન માટે ખાસ કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી. આ કારણે પોલીસ વધારે ગુસ્સામાં હતી.