Sun Oct 11 2026

Logo

ફેશનઃ એક હેવી દુપટ્ટો આખો લૂક બદલી શકે...

2026-09-24 13:03:00
Author: Khushbu Mulani Thakkar
ફેશનઃ એક હેવી દુપટ્ટો આખો લૂક બદલી શકે...

ખૂશ્બુ મુલાણી ઠક્કર


એક દુપટ્ટો આખા ડ્રેસનો લૂક ચેન્જ કરી શકે છે. પ્રિંટેડ ડ્રેસ હોય કે પછી પ્લેન ડ્રેસ હોય દુપટ્ટાથી આખા ડ્રેસનો લૂક ચેન્જ કરી શકાય છે. હેવી દુપટ્ટામાં ઘણી વેરાઇટી આવે છે. અમુક હેવી દુપટ્ટા તો ક્લાસી હોય છે જે ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતા નથી. જેમકે બનારસી, બાંધણી, કલમકારી, ટિસ્યુ , ટાઈ ઍન્ડ ડાઈ વગેરે. દુપટ્ટાનું સિલેક્શન તમારા ડ્રેસને અનુસાર તેમજ પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ. તો ચાલો જાણીએ એક દુપટ્ટાથી તમારો ઓવર ઑલ લૂક કઈ રીતે બદલી શકાય.
 

બનારસી દુપટ્ટા - જે મહિલાઓને ફૅબ્રિકનું જ્ઞાન હોય છે તેમની પાસે બનારસી દુપટ્ટા હોય જ છે, કારણ કે બનારસી દુપટ્ટા ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતા નથી અને પહેર્યા પછી રૉયલ લૂક આપે છે. બનારસી દુપટ્ટાના કલર્સ પણ એટલા સુંદર હોય છે કે કોઈ પણ ડ્રેસ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય. જેમકે જો તમારી પાસે રેડ કલરનો બનારસી દુપટ્ટો હોય તો ઑફ વાઇટ ડ્રેસ સાથે પહેરી શકાય. જો રાની કલરનો દુપટ્ટો હોય તો યલ્લો કલર સાથે પહેરી શકો. 


જો તમારે બનારસી દુપટ્ટો પહેરવો હોય તો તમારો ડ્રેસ પ્લેન હોવો જોઈએ તેથી કરીને દુપટ્ટાને લીધે ઓવર ઑલ લૂક હેવી લાગે. દુપટ્ટાની પહેરવાની સ્ટાઇલ થોડી બદલી નાખવી જેથી ડ્રેસી લાગે. બનારસી દુપટ્ટાની વિડ્થ ઘણી હોય છે તેથી કોઈ સ્ટાઇલિંગ કરવી હોય તો સારું લાગે. બનારસી દુપટ્ટો તમે ઘાઘરા  સાથે પણ પહેરી શકો. આ દુપટ્ટા સાથે હેવી જ્વેલરીની જરૂર નથી. માત્ર હેવી ઈયર રિંગ પણ સારા લાગશે. હેરમાં તમે ઓપન હેર રાખી શકો અને મેસી બન પણ સારો લાગશે. 


બાંધણી - બાંધણીના દુપટ્ટામાં ઘણી વેરાઇટી આવે છે જેમકે કૉટન, જૉર્જેટ, સિલ્ક વગેરે. જો તમારે હેવી લૂક જોઈતો હોય તો સિલ્કનો દુપટ્ટો પહેરવો પડે. એમાં પણ લગડી પટ્ટાવાળો દુપટ્ટો વધારે હેવી લૂક આપશે. બાંધણીનો દુપટ્ટો તમે કોઈ પણ પ્લેન ડ્રેસ સાથે પહેરી શકો. દુપટ્ટા પહેરવાની સ્ટાઇલ તમે તમારી ચૉઇસ મુજબ તેમજ પ્રસંગ અનુસાર કરી શકો. ઘાઘરા પર અને ડ્રેસ સાથે દુપટ્ટો ખોલીને પહેરવાનો વધારે સારો લાગશે. અને plazo સાથે પિન અપ કરીને પહેરી શકાય. બાંધણીનો દુપટ્ટો એક અલગ પણ ટ્રેડિશનલ લૂક આપે છે. બાંધણીનો દુપટ્ટો ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતો નથી.


કલમકારી દુપટ્ટો - કલમકારી આંધ્ર પ્રદેશની હાથે પેઇન્ટેડ કે બ્લૉક-પ્રિન્ટેડ કલા છે. કુદરતી રંગો અને કલમ અથવા લાકડાના બ્લૉકની મદદથી પૌરાણિક, ફૂલ કે મોરની જટિલ આકૃતિઓ બનાવવામાં આવે છે. ભારે કલમકારી દુપટ્ટા જાડા કૉટન, રેશમ કે તુસ્સર પર બનાવાય છે અને ગાઢ ડિઝાઇનને કારણે વજનદાર લાગે છે.


લૂક કેવી રીતે બદલે છે. કલમકારી દુપટ્ટો આખા અંગરખાને કલાત્મક અને વાર્તાત્મક બનાવી દે છે. જટિલ હાથેથી બનાવેલી આકૃતિઓ લૂકમાં ઊંડાણ અને વિશિષ્ટતા ઉમેરે છે. સાદા કુર્તા કે સાડીને આ દુપટ્ટો સ્ટેટમેન્ટ લૂક આપે છે. પહેરનારને બુદ્ધિમાન, સર્જનાત્મક અને સુંદર રીતે પરંપરાગત દેખાડે છે. કલા કાર્યક્રમો કે ફૉર્મલ ઇવેન્ટ્સ માટે ખૂબ જ  યોગ્ય લાગે છે. કલમકારી દુપટ્ટો બધાની પસંદ નથી, પરંતુ જે મહિલાઓને ફૅશનનું જ્ઞાન હોય છે અને જે મહિલાઓને કંઈક હટકે પહેરવું હોય અને ક્રાઉડમાં જુદા તરી આવવું હોય તે મહિલા કલમકારી દુપટ્ટો પહેરવાનું પસંદ કરે છે.
 

ઉંમર અને શરીરના પ્રકાર મુજબ પણ ભારે દુપટ્ટો અલગ અસર કરે છે. યુવતીઓ માટે તે આકર્ષણ અને આત્મવિશ્વાસ વધારે છે, જ્યારે મધ્યમ વયની મહિલાઓ માટે તે ગૌરવ અને પરિપક્વતા ઉમેરે છે. જેમની ઊંચાઈ ઓછી હોય તેમણે લાંબો અને ભારે દુપટ્ટો પહેરવાથી ઊંચાઈ વધેલી જેવી લાગે છે. જ્યારે મોટા શરીરવાળી મહિલાઓ માટે તે શરીરની રચનાને સંતુલિત કરીને વધુ સુંદર બનાવે છે. 

જોકે હેવી  દુપટ્ટો પહેરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. ખૂબ જ હેવી  અને જાડો દુપટ્ટો લાંબા સમય સુધી પહેરવાથી અગવડતા થઈ શકે છે, તેથી પ્રસંગ અને સમય મુજબ પસંદગી કરવી જોઈએ. ઉનાળામાં હલકા કપડાના હેવી  કઢાઈવાળા દુપટ્ટા પસંદ કરવા જોઈએ, જ્યારે શિયાળામાં ઊની કે જાડા કપડાના દુપટ્ટા વધુ અનુકૂળ રહે છે.


આજની યુવતીઓ પરંપરાગત અને આધુનિકનું મિશ્રણ કરીને હેવી  દુપટ્ટાને નવા રૂપમાં પહેરી રહી છે. કેટલીક વાર તેને જીન્સ અને ટૉપ સાથે પણ સ્ટાઇલ કરવામાં આવે છે, જેનાથી એક અનોખો ફ્યુઝન લૂક તૈયાર થાય છે. આ રીતે હેવી દુપટ્ટો માત્ર પરંપરાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક ફૅશનનું પણ મહત્ત્વનું અંગ બની ગયો છે.


સારાંશમાં કહીએ તો હેવી  દુપટ્ટો એક એવી વસ્તુ છે જે તમારા સાદા અંગરખાને વૈભવી, તમારા સામાન્ય લૂકને વિશેષ અને તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવી શકે છે. યોગ્ય રંગ, ડિઝાઇન અને સ્ટાઇલ સાથે પહેરેલો હેવી  દુપટ્ટો તમને ભીડમાં અલગ બનાવી દે છે. તેથી આગલી વાર જ્યારે તમે તમારા લૂકને નવું રૂપ આપવા માગતા હો ત્યારે એક સુંદર હેવી દુપટ્ટો અજમાવી જુઓ. તમને જાતે જ અનુભવ થશે કે એક નાની વસ્તુ કેટલી મોટી અસર કરી શકે છે.