Mon Oct 12 2026

Logo

સરકારી કર્મચારીઓને ઘી-કેળાંઃ નવા પગાર પંચમાં 18 લાખ સુધી એરીયર, બેઝિક સીધો અઢી ગણો

2026-09-24 10:10:00
Author: Mumbai Samachar Team
સરકારી કર્મચારીઓને ઘી-કેળાંઃ નવા પગાર પંચમાં 18 લાખ સુધી એરીયર, બેઝિક સીધો અઢી ગણો

Image Credit : The Economic Times


નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગારપંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓની કેટલીક માગ પણ છે. વાત મૂળ એવી છે કે, ફિટમેન્ટ ફેક્ટરના તેના દ્વારા બેઝિક પગાર, DA અને એરિયર્સ નક્કી કરવામાં આવે છે. હાલમાં આ ફેક્ટર પર શું નવો નિર્ણય છે એ સ્પષ્ટ નથી પણ કેન્દ્ર સરકારના જ અનેક એવા કર્મચારીઓની એવી માગ છે કે, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવામાં આવે. આની સીધી અસર કર્મચારીના એરિયસ પર થઈ શકે છે. 

ગ્રાઉન્ડ લેવલ પર કામ ચાલું
આઠમાં પગારપંચને લઈને હાલમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ ચાલી રહ્યું છે, દેશના અનેક શહેરમાં કર્મચારી તથા કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓની ટીમ જે તે કચેરીની મુલાકાત લઈ રહ્યા છે. આઠમા પગારપંચને લઈ હજુ કેટલીક સ્પષ્ટતાઓ બાકી છે. હવે વાવડ એ મળી રહ્યા છે કે, વેતન આયોગ લાગુ થવામાં મોડું થઈ શકે છે. હવે મોડું થશે તો કેટલાક કર્મચારી વર્ગને 18 લાખ રૂપિયાનું એરિયસ મળી શકે છે.  આ કારણે કર્મચારીઓના હાથમાં એક મોટી રકમ આવી શકે છે. મોંઘવારી ભથ્થું (DA) કર્મચારીના મૂળ પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે. પરિણામે, નવા પગાર પંચ હેઠળ પગારમાં થતા વધારાની સાથે DAની રકમમાં પણ આપમેળે વધારો થશે.  જો પગાર પંચનો અહેવાલ જાહેર કરવામાં 20-24 મહિનાનો વિલંબ થાય, તો લેવલ 6-8ના કર્મચારીઓને 2.15, 2.28 અને 2.57ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે નોંધપાત્ર એરિયર્સ (બાકી નીકળતી રકમ) મળી શકે છે.

આ શરત જાણવી જરૂરી
નવેમ્બર 2025માં જાહેર કરાયેલી શરતો મુજબ, 8માં પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તે મે 2027 સુધીમાં અહેવાલ રજૂ કરી શકે છે. જો પંચને વધુ સમયની જરૂર હોય, તો તે સમયમર્યાદા લંબાવવાની વિનંતી કરી શકે છે. અગાઉના પગાર પંચોને પણ આવી મુદત-વધારો મળ્યો છે. આનાથી ફાયદો કર્મચારીઓને લાંબાગાળે થવાનો છે. આ બાબત વિલંબની અવધિ અને 8મા પગાર પંચના 'ફિટમેન્ટ ફેક્ટર' (fitment factor) પર આધારિત છે. 8માં પગાર પંચ હેઠળ લેવલ 6ના કર્મચારીને ₹35,400નો લઘુત્તમ મૂળ પગાર મળે છે. જો 8માં પગાર પંચના અમલમાં 18 મહિનાનો વિલંબ થાય અને ફિટમેન્ટ ફેક્ટર 2.1 હોય, તો આવા કર્મચારી માટે અંદાજિત બાકી રકમ મળી શકે.

₹13,13,760 રકમ મળશે
જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 હોય અને 24 મહિનાની બાકી રકમ (એરિયર્સ) હોય, તો લેવલ 8ના કર્મચારીઓને ₹13,13,760 મળશે. બીજી તરફ, જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 હોય અને 24 મહિનાની બાકી રકમની ગણતરી કરવામાં આવે, તો કુલ બાકી રકમ ₹14,62,272 થશે. તેવી જ રીતે, જો 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને લેવલ 8ના કર્મચારીઓ માટે 24 મહિનાની બાકી રકમની ગણતરી કરવામાં આવે, તો કુલ રકમ ₹17,93,568 થશે.