Tue Oct 06 2026

Logo

બાંદ્રાની કલાનગર ઝૂંપડપટ્ટીમાં અગિયાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યું, પણ

2026-09-18 20:28:00
Author: Mumbai Samachar Team
બાંદ્રાની કલાનગર ઝૂંપડપટ્ટીમાં અગિયાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યું, પણ

મુંબઈ: મુંબઈના બાંદ્રા સ્થિત કલાનગરની ઝૂંપડપટ્ટીમાં એક ૧૧ ફૂટ લાંબો અજગર ઘૂસી આવ્યો હતો. તેણે એક બિલાડીને પોતાના શરીરમાં લપેટીને પકડી રાખી હતી. સ્થાનિક લોકોએ આ જોતાં જ તરત જ વન વિભાગ અને સર્પમિત્ર અતુલ કાંબળેને જાણ કરી હતી. સર્પમિત્રએ ઘટનાસ્થળે પહોંચીને અજગરને તો સલામત રીતે પકડી લીધો, પરંતુ અજગરના ભીંસાવવાના કારણે બિલાડીને બચાવી શકાઈ નહોતી અને તેનું મૃત્યુ થયું હતું.

વાપરા' સંસ્થાના સર્પમિત્ર અતુલ કાંબળેને શુક્રવારે સવારે ૮:૩૮ વાગ્યે સ્થાનિકો દ્વારા માહિતી મળી હતી કે, અજગરે બિલાડીને ભીંસીને પકડી રાખી છે. માહિતી મળતાં જ અતુલ કાંબળેએ વન વિભાગના અધિકારી દીપક ગાયકવાડ અને કંટ્રોલ રૂમને જાણ કરી તથા અજગરના સુરક્ષિત રેસ્ક્યૂ માટે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં માલૂમ પડ્યું કે, અજગરની પક્કડમાં  આવું જવા એટલે દબાવવાથી બિલાડીનો જીવ ગયો હતો. અજગર ઘરની નજીક જ હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને કોઈ પણ ઇજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.