સાબરકાંઠામાં નવજાત બાળકીને કોઈ ખેતરમાં દાટી ગયું: ખેતમજૂરે જમીન હલતી જોઈ, જમીન ખોદતા બાળકી જીવિત મળી આવી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરી દેતી ઘટના સામને આવી છે. હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા એક ખેતરમાં કામ કરતા ખેત મજુરને જમીનમાં હલન ચલન થતું દેખાતા જમીન ખોદતા એક નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. જેની જાણ કરાતા તુરંત જ પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી છે. નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટનાર પર લોકો ફિટકારની વરસાવી રહ્યા છે. પોલીસે બાળકીના માં બાપને શોધવાની તાજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના ખેતરમાં એક ખેતમજૂર મહિલા કામ કરી રહી હતી ત્યારે તેને જમીનમાં કંઈક હલતું દેખાતાં તેણે બોમાબૂમ કરી હતી જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જમીન ખોદતાં નવજાત બાળકી મળી આવતા સૌ ચોંકી ઉઠ્યા હતા. જમીનમાં દટાયેલી હોવા છતાં બાળકી હાથ પગ ચલાવી રહી હતી. જે જોઇને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.
ઘટનાની જાણ કરાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. હિંમતનગર સિવિલમાં બાળકીની સારવારમાં ચાલી રહી છે.
આ અંગે જાણ કરાતાં ગાંભોઇ પોલીસની ટીમ ઘટવાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.