Homeસ્પોર્ટસભારત સામેની પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલૅન્ડની સાત વિકેટે જીત

ભારત સામેની પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલૅન્ડની સાત વિકેટે જીત

વિજય: ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડમાં શુક્રવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી વન-ડેમાં એકમેકને પ્રોત્સાહિત કરી રહેલા કૅન વિલિયમ્સન અને ટૉમ લૉથામ. (એજન્સી)

ભારતીય ટીમને ન્યૂઝીલૅન્ડ પ્રવાસ પર ત્રણ મેચની વન-ડે સિરીઝમાં પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલૅન્ડમાં રમાયેલી આ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બૅટિંગ કરતા ૭ વિકેટ ગુમાવીને ૩૦૬ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની માત્ર ૩ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલૅન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને અણનમ ૯૪ અને ટોમ લાથમે અણનમ ૧૪૫ રન ફટકાર્યા હતા. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૧૬૪ બૉલમાં ૨૨૧ રનની અણનમ ભાગીદારી થઇ હતી.
૩૦૭ રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલૅન્ડે ફિન એલન (૨૨)ના રૂપમાં તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કોન્વે ૨૪ રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ડિરેલ મિશેલ (૧૧) પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. કિવી ટીમે ૧૯.૫ ઓવરમાં ૮૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન કેન વિલિયમસને ટોમ લાથમ સાથે મળીને ૧૬૪ બૉલમાં ૨૨૧ રનની અણનમ ભાગીદારી કરીને ન્યૂઝીલૅન્ડને જીત અપાવી હતી. કિવી ટીમે ૪૭.૧ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઉમરાન મલિકને બે અને શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.
અગાઉ ન્યૂઝીલૅન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે ૨૩.૧ ઓવરમાં ૧૨૪ રનની ભાગીદારી કરી હતી. ઓપનર શુભમન ગિલ ૬૫ બોલમાં ૫૦ રન બનાવીને આઉટ થયો હતો. તેની બીજી જ ઓવરમાં અન્ય ઓપનર શિખર ધવન પણ ૭૭ બોલમાં ૭૨ રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો હતો.
રિષભ પંત વન-ડેમાં પણ નિષ્ફળ રહ્યો હતો. તે ૨૩ બૉલમાં ૧૫ રન બનાવીને લોકી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ટી-૨૦ સિરીઝમાં સારું પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ પણ માત્ર ૪ રન બનાવીને ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. આ પછી સંજુ સેમસન અને શ્રેયસ અય્યર વચ્ચે ૯૪ રનની ભાગીદારી થઈ હતી. સંજુ સેમસન ૩૮ બૉલમાં ૩૬ રન બનાવીને એડમ મિલ્નની ઓવરમાં આઉટ થયો હતો. શ્રેયસ અય્યર ૭૭ બૉલમાં ૮૦ રન બનાવીને આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે પણ એક રન બનાવ્યો હતો. અંતિમ ઓવરમાં વોશિંગ્ટન સુંદરે ૧૬ બોલમાં ૩૭ રનની આક્રમક અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલૅન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે એડમ મિલ્નેએ એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular