નવા વર્ષના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવને લઈને લોકોને આંચકો લાગ્યો છે. 2023ના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. આ વધારો રૂ. 24 થી રૂ. 25.5 થયો છે, પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, ગયા વર્ષે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 4 વખત વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈ 2022 પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી.
દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1769 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 24 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તે 1869.5 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1721 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 1917 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022 થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુલાઈ 2022માં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 4 વખત વધારો જોવા મળ્યો હતો.