Homeસ્પેશિયલ ફિચર્સ૨૦૨૩ પહેલાં આ વસ્તુઓને આપો ઘરમાં સ્થાન અને શાંતિ, સમૃદ્ધિને કહો વેલકમ

૨૦૨૩ પહેલાં આ વસ્તુઓને આપો ઘરમાં સ્થાન અને શાંતિ, સમૃદ્ધિને કહો વેલકમ

વર્ષ ૨૦૨૨ને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે આપણા બધાના મનમાં ક્યાંકને ક્યાંક એવી આશા છે કે આવનારું ૨૦૨૩નું વર્ષ આપણા બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તો લાવે જ પણ તેની સાથે સાથે શુભ નિવડે બધા માટે. નવા વર્ષના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને તેની સાથે લોકોમાં ધીરે ધીરે નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થઈ રહ્યો છે. જો તમે પણ ઈચ્છો છો કે ૨૦૨૩માં બધુ જ સારું થાય તો તમારી આ ઈચ્છા કેટલીક નાની નાની વાસ્તુ ટિપ્સને અપનાવીને પૂરી કરી શકો છો. તો, ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે એવી વસ્તુઓ-
મોરપીંછ:


ભગવાન શ્રીકૃષ્ણનું મનપસંદ છે મોરપીંછ અને એવામાં જો તમે મોરપીંછ ઘરમાં લગાવશો તો ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે છે. જો તમે આવનારા વર્ષમાં તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે એવું ઈચ્છો છો તો ઘરમાં મોરપીંછ ચોક્કસ રાખજો.
તુલસી:


સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો લીલોછમ છોડ હોય છે એ ઘરમાં કોઈ વાતની કમી રહેતી નથી અને એ ઘર હંમેશા ધન-ધાન્યથી ભરપુર હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી કે પછી તે સુકાવવા લાગ્યો છે તો નવા વર્ષે નવો છોડ લઈ આવો.
ચાંદીનો હાથી:


હાથીને આપણે વિઘ્નહર્તા ગજાનનનું જ એક સ્વરૂપ માનીએ છીએ અને એટલે જ નવા વર્ષની શરૂઆતમાં ઘરમાં એક ચાંદીનો હાથ લઈ આવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીના હાથીનો ચમત્કારિક પ્રભાવ જોવા મળે છે અને તેને ઘરમાં રાખવાછી રાહુ અને કેતુની અસરનો પ્રભાવ ઓછો કરે છે. એટલું જ નહીં વેપાર અને નોકરીમાં પણ પ્રગતિ થાય છે.
ધાતુનો કાચબો:


આપણા ઘરમાં કાચનો, માટીનો કે લાકડાનો કાચબો હોય જ છે અને તે આપણે ઘરમાં ગમે ત્યાં મૂકી દઈએ છીએ, જે જરા પણ યોગ્ય નથી. નવા વર્ષની શરૂઆત પહેલાં ધાતુનો કાચબો લઈ આવો. ચાંદી, પિત્તળ કે કાંસાનો કાચબો ઘરમાં રાખવું એ શુભ માનવામાં આવે છે અને એમાં પણ આ કાચબો ઉત્તર દિશામાં રાખવાથી નેગેટિવ એનર્જીનો પ્રભાવ ઘટાડી શકાય છે અને મા લક્ષ્મીની કૃપા વરસે છે.
લાફિંગ બુદ્ધા:


નવા વર્ષના શુભઅવસરે લાફિંગ બુદ્ધાને પણ ઘરમાં રાખીને સુખ,સમૃદ્ધિ અને શાંતિ લાવી શકોછો. લાફિંગ બુદ્ધાને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત વર્તાતી નથી.
નાનકડું શ્રીફળ:


શ્રીફળને આપણે ત્યાં શુભ માનવામાં આવે છે અને નાનકડું શ્રીફળ કપડાંમાં બાંધીને તિજોરીમાં મૂકી રપાખો અને પછી દિવાળીના બીજા દિવસે આ શ્રીફળને નદી કે તળાવમાં વિસર્જિત કરી દો. આવું કરવાથી લાંબા સમય સુધી ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે છે એવું માનવામાં આવે છે. એક શ્રીફળ વિસર્જિત કર્યા બાદ તિજોરીમાં બીજું શ્રીફળ મુકી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular