હુમલાખોરોના CCTV ફૂટેજ સામે આવ્યા, પોલીસને મોટી સફળતા મળી, બેની અટકાયત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મહાસચિવ સંદીપ દેશપાંડે પર ગઈ કાલે સવારે હુમલો થયો હતો. આ હુમલામાં સંદીપ દેશપાંડેને પગ અને હાથ પર ઈજા થઈ હતી. સંદીપ દેશપાંડેને હોસ્પિટલમાં સારવાર બાદ ગઈકાલે રજા આપવામાં આવી હતી. સંદીપ દેશપાંડે પર હુમલો કરનારા હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દેશપાંડે પર થયેલા હુમલા બાદ પોલીસે શિવાજી પાર્ક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસે આઠ ટીમો બનાવી હતી. હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
હુમલા બાદ MNSના ચીફ રાજ ઠાકરે હોસ્પિટલ ગયા હતા અને દેશપાંડેને મળ્યા હતા. સંદીપ દેશપાંડે પર ચાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો તેના સીસીટીવી પોલીસના હાથમાં છે. એક સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોમાંથી એક સ્ટમ્પ છોડીને જતો જોવા મળ્યો હતો. દેશપાંડે પર હુમલા બાદ હુમલાખોરો ભાગી જતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ. પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા છે. પોલીસે મોડી રાત્રે બે શખ્સોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ભાંડુપમાંથી બંનેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બે આરોપીઓ કસ્ટડીમાં છે અને અન્ય બેની શોધ ચાલી રહી છે.
દાદર વિસ્તારમાં સંદીપ દેશપાંડે પર હુમલાના વિરોધમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે. દરમિયાન, સંદીપ દેશપાંડે ગઈકાલે થયેલા હુમલા અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાના હોવાની વાત જાણવા મળી છે.
A big update has come out regarding the attack on Sandeep Deshpande, a leader close to MNS President Raj Thackeray. Deshpande went for a morning walk when he was attacked. Fortunately, Deshpande was not seriously injured. (1/2).. pic.twitter.com/OYdpU7dwKj
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) March 4, 2023