તો શું, વોટ્સએપ કોલિંગ હવે ફ્રી નહીં! નવા ટેલિકોમ બિલનો અર્થ સમજો

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપ્સને ટેલિકોમ કાયદાના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ 1885ના વસાહતી યુગના ટેલિગ્રાફ એક્ટને બદલવાનો છે, જે અત્યાર સુધી દેશમાં ટેલિકોમ્યુનિકેશનનું નિયમન કરતો મુખ્ય કાયદો રહ્યો છે. જે મુજબ ઓવર ધ ટોપ (OTT) એટલે કે ઇન્ટરનેટની મદદથી કામ કરતી આવી સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવા ઘણા પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ ઈન્ટરનેટ આધારિત કોલિંગ અને મેસેજિંગ સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવ્યા બાદ આ સેવાઓનો ઉપયોગ કરતા મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પર તેની સીધી અસર પડશે.

ડ્રાફ્ટ બિલ અનુસાર, OTT સેવાઓને પણ હવે ટેલિકોમ સેવાઓનો એક ભાગ ગણવામાં આવશે. આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ હવે આ સેવાઓ માટે લાઇસન્સ મેળવવું પડશે. જેની સીધી અસર મોબાઈલ યુઝર્સના ખિસ્સા પર પડશે. ડ્રાફ્ટ બિલ અનુસાર, આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ લાયસન્સ માટે ફી જમા કરાવવી પડશે, જો કંપની આ લાઇસન્સ સરેન્ડર કરશે તો તેમને ફી પરત કરવામાં આવશે.
નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022ના ડ્રાફ્ટ અનુસાર, ફેસબુક, વોટ્સએપ, ગૂગલ ડ્યૂઓ, ગૂગલ મીટ, ટેલિગ્રામ અને ઝૂમ જેવી સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. તેમજ પ્રસારણ સેવાઓ, ઈમેઈલ, વોઈસ, વીડિયો અને ડેટા કોમ્યુનિકેશન સેવાઓ, વોઈસ મેઈલ, ફિક્સ અને મોબાઈલ સેવાઓ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ, ઓડિયોટેક્સ સેવાઓ, વીડિયોટેક્સ સેવાઓ, ઉપગ્રહ આધારિત સંચાર સેવાઓ, વોકી-ટોકી, મશીન ટુ મશીન સેવાઓ, ઈન્ટરનેટ પર આધારિત સંચાર સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે.

શક્ય છે કે આ બિલ આવ્યા બાદ વોટ્સએપ અથવા કોલિંગ સર્વિસ આપતી અન્ય કંપની તેના માટે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દે, કારણ કે કંપનીઓ ગ્રાહકો પાસેથી જ લાઇસન્સ ખરીદવા પાછળ ખર્ચેલા નાણાંની વસૂલાત કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.