Work From Home ને લઈને સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો કર્મચારીઓ માટે શું જોગવાઈ કરવામાં આવી છે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સરકારે Work From Home માટે નવા નિયમોની જાહેરાત કરી છે, જે અંતર્ગત કર્મચારી એક વર્ષ સુધી ઘરેથી કામ કરી શકે છે. આ ઉપરાંત વાણિજ્ય મંત્રાલય અનુસાર કોઈ કંપની વધુમાં વધુ 50 ટકા કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરી શકે છે. આ સંદર્ભે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર Work From Home નો આ નિયમ Special Economic Zones in India (SEZ) યુનિટ્સ માટે છે, એટલે કે આ ક્ષેત્રમાં આવેલી કંપની હવે નવા નિયમ અનુસાર પોતાના કર્મચારીને ઘરેથી કામ કરવાની અનુમતિ આપી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દરેક ક્ષેત્રના ઉદ્યોગ દ્વારા SEZ માટે વર્ક ફ્રોમ હોમ સ્કીમ લાગુ કરવાની માગણી સરકાર સમક્ષ કરી હતી. આ અંગે વિચાર વિમર્શ કર્યા બાદ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી આઈટી ક્ષેત્રને ફાયદો થશે. જોકે, વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, નવા નિયમ અંતર્ગત SEZના ડેવલપમેન્ટ કમિશનરને એ વાતની અનુમતિ આપવાનો અધિકાર હશે કે વાસ્તવિક કારણોને કારણે કંપની 50 ટકા કર્મચારીને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી શકે. કર્મચારીઓની સંખ્યા અને કારણને લેખિત રૂપમાં આપવું જરૂરી રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.