નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર બાદ દિલ્હીના રાજકારણમાં પણ બુધવારે મોટું બવંડર ઊભું થયું હતું. દિલ્હીમાં આપના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા અને પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપ્યું હતું અન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામા સ્વીકારી પણ લીધા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામા મંજૂર પણ કરી દીધા હતા. આપના આ બંને પ્રધાનો છેલ્લાં કેટલાય સમયથી વિવાદોના વમળમાં ફસાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિસોદિયા પાસે શિક્ષણ સહિત 18 બીજા પોર્ટફોલિયો હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટે પણ સિસોદિયાને આંચકો આપતા જણાવ્યું હતું તમે સીધા સુપ્રીમ કોર્ટ કઈ રીતે આવી ગયા, જામીન જોઈતા હોય તો પહેલાં હાઈ કોર્ટમાં જાવ. હવે સીએમ કેજરીવાલે સિસોદિયા અને જૈનના રાજીનામા લઈને તેમને વધુ એક આંચકો આપ્યો હતો. સિસોદિયાને ચોથી માર્ચ સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારવામાં આવી છે.