Homeટોપ ન્યૂઝબોલો દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષા જ સુરક્ષિત નથી!!!

બોલો દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષા જ સુરક્ષિત નથી!!!

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં બુધવારે મોડી રાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક વાહનચાલક મહિલા આયોગની અધ્યક્ષાની છેડતી કરીને તેની કાર સાથે ઢસડીને લઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ઘટના દિલ્હીની એમ્સ નજીક બની હતી. ગઈ કાલે મોડી રાતે હું દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા માટે શું શું પગલાં લેવામાં આવી રહ્યા છે એ વિશેની માહિતી લઈ રહી હતી. એ જ સમયે એક કારચાલક નશાની હાલમાં આવ્યો અને તેણે મારી છેડતી કરી. જ્યારે મેં બારીમાંથી તેને પકડવાની કોશિશ કરી તો તેણે કારના કાચ બંધ કરીને તેણે કાર સ્ટાર્ટ કરી હતી. આ તો ભગવાને મારો જીવ બચાવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં જો મહિલા આયોગની અધ્યક્ષા જ સુરક્ષિત ના હોય તો બાકીની મહિલાઓની સુરક્ષિતતા વિશે વિચારો ખાલી…

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષની શરુઆતમાં દિલ્હીમાં કંજાવાલા કેસમાં પણ આરોપીઓએ અંજલિ શર્મા નામની યુવતીને કાર સાથે 11-12 કિલોમીટર ઢસડીને લઈ ગયા હતા અને આ ઘટનામાં અંજલિનું મૃત્યુ થઈ ગયું હતું. થોડાક સમય પહેલાં લખનઉમાં એક ટુવ્હીલરચાલકે વૃદ્ધને એકાદ કિલોમીટર સુધી ઘસડીને લઈ જવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular