Homeદેશ વિદેશદિલ્હીમાં હોળીના દિવસે જ થઈ આ મોટી દુર્ઘટના

દિલ્હીમાં હોળીના દિવસે જ થઈ આ મોટી દુર્ઘટના

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં હોળીના દિવસે જ એક મોટી દુર્ઘટના ઘટી હતી અને દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. હજી સુધી જાનહાનિની કોઈ જ માહિતી મળી નથી રહી. આ ઘટનાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક શખ્સે પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વિડીયો કેપ્ચર કરી લીધો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આખી બિલ્ડીંગ આગળની તરફ ઝૂકવા માંડી હતી. પછી અચાનક જ એક જોરદાર અવાજ સાથે ઇમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.
આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. જાણવા મળી રહેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિની કોઈ સત્તાવાર માહિતી બહાર નથી આવી રહી. દુર્ઘટનાનાી જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભજનપુરામાં વિજય પાર્ક વિસ્તારમાં બિલ્ડીંગ પડી જવાની દુર્ઘટના બની છે અને તેની જાણકારી મળતા જ 3 ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચ ગઈ છે. હજુ સુધી કોઈ જાનમાલને નુકસાન નથી થયું અને ત્રણ માલની આ ઇમારતમાં રહેનારા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે આ ઇમારત ઘણી જૂની હોવાનું કહેવાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular