વી દિલ્હી: અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં ન્યુયોર્ક જઈ રહેલી કેન્સરગ્રસ્ત મહિલા સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર આ મહિલાને ઉતારી દેવામાં આવી હતી. ઘટના 30મી જાન્યુઆરીની છે. તાજેતરમાં સર્જરી કરાવનાર મહિલા કથિત રીતે ક્રૂની સૂચનાઓનું પાલન કરી શકી ન હતી અને આ માટે તેને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવી હતી. અમેરિકન એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ક્રૂએ મહિલાને તેની હેન્ડબેગ ઓવરહેડ કેબિનમાં રાખવા કહ્યું હતું. જેની સામે મહિલાએ આ બેગ કેબિનમાં મૂકવા માટે મદદ માંગી હતી. હાલમાં જ મહિલાની સર્જરી થઈ હતી અને એને કારણે તેણે કાસ્ટ પહેર્યો હતો, પરંતુ ક્રૂએ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. બસ આ ઘટના બાદ મહિલાને ફ્લાઈટમાંથી ઉતરવાનું જણાવવામાં આવ્યું હતું. અમેરિકામાં રહેતાં મિનાક્ષી સેનગુપ્તાએ આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અમેરિકન એરલાઇન્સ પર આરોપ મૂક્યો છે કે જ્યારે તેણે 5 પાઉન્ડથી વધુ વજનની બેગ ઓવહેડ કેબિનમાં મૂકવા માટે ક્રુ મેમ્બર પાસે મદદ માંગી હતી. પરંતુ તેમની સાથે ફલાઈટમાં ક્રુ મેમ્બર દ્વારા ગેરવર્તણુક કરવામાં આવી હતી.
ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનના ડીજી અરુણ કુમારે આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમે રિપોર્ટ મંગાવીશું. આ પ્રકારની અસંવેદનશીલતાને અમે પ્રોત્સાહન નથી આપતામંજૂરી આપતા. મિનાક્ષીને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને હાલમાં તેઓ રજાઓ ગાળવા માટે ભારત આવ્યા હતા. પરંતુ દિલ્હી એરપોર્ટ પર તેમની સાથે આવી વર્તણુક કરવામાં આવી હતી. આ ઘટના બાદ મિનાક્ષીને અન્ય એરલાઈન્સમાંથી ટિકિટ બુક કરાવીને અમેરિકા પાછા જવું પડ્યું હતું. તેણે ડૉક્ટર સાથે મુલાકાત લીધી. અમેરિકન એરલાઈન્સને ટેગ કરીને મિનાક્ષીની દીકરીએ આખી ઘટના જણાવી. મિનાક્ષીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ‘ગ્રાઉન્ડ સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ અને મદદગાર હતો. તેણે મને પ્લેનમાં ચઢવામાં મદદ કરી અને મારી હેન્ડબેગ સીટની બાજુમાં મૂકી આપી હતી. ફ્લાઇટની અંદર, મેં એર હોસ્ટેસ સાથે વાત કરી અને મેં મારા સ્વાસ્થ્યની સ્થિતિ સમજાવી. ત્યારે એક ફ્લાઇટ એટેન્ડન્ટે હેન્ડબેગ દૂર રાખવા કહ્યું પરંતુ જ્યારે લાઇટ ઝાંખી પડી અને એરક્રાફ્ટ ટેક ઓફ થવાનું હતું ત્યારે બીજી ફ્લાઇટ એટેન્ડન્ટે આવીને બેગને ઓવરહેડ બિનમાં મૂકવા કહ્યું હતું. Mein જ્યારે તેની પાસે મદદ માગી તો તેણે ‘આ મારું કામ નથી’ એમ કહીને મદદ કરવાની ના પાડી દીધી હતી.
વારંવાર મદદ માટે પૂછ્યા પછી, કેબિન ક્રૂએ કથિત રીતે તેમને કહ્યું કે તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવશે. મિનાક્ષીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ‘તેઓ મને પૂછતા રહ્યા કે હું મારી બેગ જાતે કેમ લઈ જઈ શકતી નથી…’ જેના જવાબમાં મેં એમને મારી મેડિકલ કંડીશન જણાવી હતી જેના જવાબમાં મને એવું કહેવામાં આવ્યું કે ‘જો હું આટલી અસ્વસ્થતા અનુભવું છું તો ફ્લાઇટમાંથી ઉતરી જાવ’. મિનાક્ષીના કહેવા પ્રમાણે, ‘બધાએ મળીને મને ડિબોર્ડ કરવાનું નક્કી કર્યું હતું.’
આ બાબતે અમેરિકન એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે લોકો પ્રવાસીને રિફન્ડ આપવા માટે સંબંધિત વિભાગ સાથે વાત કરી છે.