નવી દિલ્હીઃ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ પર રવિવારે સવારે ધુમ્મસને કારણે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 25 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્મામાં અત્યાર સુધી કોઈનો જીવ નહોતો ગયો, પરંતુ અનેક જણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક બચાવકાર્ય હાથ ધર્યું હતું. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
પોલીસે ક્રેન બોલાવીને એક્સપ્રેસ-વે પરથી ટ્રાફિક ક્લિય કર્યો હતો. રવિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો, જેને કારણે હાઈવે પર જામ જોવા મળ્યો હતો. એક્સપ્રેસ વે પર ત્રણ કિલોમીટર સુધી આ એક્સિડન્ટનો ભોગ બનેલી ગાડીઓની લાઈન જોવા મળી હતી.
આ સિવાય બાગપતમાં પણ ધુમ્મસને કારણે બારેક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી અને છ જણને ઈજા પહોંચી હતી. આ ઘટના નેશનલ હાઈવે 709-B પર બની હતી. પાલી ગામ નજીક કાર, બાઈક અબસ વચ્ચે આ ભયંકર અકસ્માત થયો હતો.
નવી દિલ્હીમાં થયો આવો વિચિત્ર અકસ્માત
RELATED ARTICLES