નવી મુંબઈમાંઃ નવી મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. નેરુલના સેક્ટર 6માં બે અજ્ઞાત વ્યક્તિઓએ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. જેમાં વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વ્યાવસાયિક વિવાદને પગલે આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
નવી મુંબઈના નેરુલના સેક્ટર 6માં આ ઘટના બની હતી. જેમાં કાર ચલાવી રહેલાં ગુજરાતી બિલ્ડરને ટાર્ગેટ કરીને તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવજીભાઈ એક બિલ્ડર છે. બુધવારે સાંજે નેરુલમાં તેઓ પોતાની કારથી જઈ રહ્યા હતા એ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
સાધનોના જણાવ્યા અનુસાર ગોળીબારનો અવાજ સાંભળીને કોઈએ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. કારમાં લોહીલુહાણ હાલમાં પટેલાં પટલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ બાબતે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.