નવી મુંબઈઃ નવા વર્ષમાં શરુ થયેલી આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહેતાં હવે નવી મુંબઈના એરોલી ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. આ આગમાં એક મહિલા ફસાઈ હોઈ, બચાવ અને આગ પર નિયંત્રણ મેળવવા માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવાની માહિતી અગ્નિશામક દળ દ્વારા આપવામાં આવી હતી. નવી મુંબઈના સેક્ટર 1માં આવેલી પેપર કંપનીમાં આગ ફાટી નીકળી હતી અને આ આગની લપેટમાં કંપનીના બે મેકેનિકલ વર્કશોપ પણ આવી ગયા છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે અગ્નિશાક દળના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ગઈ છે. આ આગમાં એક મહિલા ફસાઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
નવી મુંબઈની એક કંપનીમાં ભીષણ આગ, એક મહિલા ફસાઈ હોવાની શક્યતા
RELATED ARTICLES