રાણીબાગમાં પર્યટકો માટે નવું આકર્ષણ, મુંબઈની ૧૨૦ વર્ષ જૂની પાણીની પરબનો જિર્ણોદ્વાર
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાનમાં પર્યટકો માટે હવે નવું આકર્ષણ બનાવવામાં આવ્યું છે. અહીંની ૧૨૦ વર્ષ જૂની ‘સેઠ શામલદાસ નરસીદાસ પરબ’નો જિર્ણોદ્વાર કરીને તેને જાપાની પદ્ધતિના ‘કોઈ ફિશ પૉંડ’નું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કુલ ચાર હેરિટેજ પરબનો જીર્ણોદ્ધાર કરીને રાણીબાગમાં તેને પુન: સ્થાપવામાં આવ્યા છે. તેથી હવે ઉદ્યાનમાં આવનારા પર્યટકો માટે એક નવું આકર્ષણ બન્યું છે.

Restoration
આંગણે આવેલા અતિથિને સૌથી પહેલા પીવાનું પાણી આપીને સ્વાગત કરવાનો સનાતની ઇતિહાસ છે. પીવાના પાણીની પરબ ભૂતકાળમાં મુંબઈ શહેરની સામાજિક, સાંસ્કૃતિક વારસાનો એક ભાગ હતો. સાર્વજનિક સ્થળે, રસ્તા, બજારો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, ઉદ્યાન, ટ્રામ અથવા રેલવે સ્ટેશનની બહાર નાગરિકોને અને પ્રાણી-પક્ષીઓ માટે પણ પાણીની પરબ ઊભી કરવામાં આવતી હતી.
View this post on Instagram
તો અમુક પ્રસંગે લોકો પોતાના સગાંસબંધી, પ્રિયજનોની યાદમાં પણ પાણીની પરબ બંધાવતા હતા. ધીમે ધીમે શહેરમાં સાર્વજનિક પાણીપુરવઠો યંત્રણાના આગમન બાદ પાણીની પરબ ધીમે ધીમે અદૃશ્ય થવા માંડી હતી. દક્ષિણ અને મધ્ય મુંબઈમાં તો ગણતરીની પાણીની મોટી સંખ્યામાં પરબ હતી. આ હેરિટેજ વારસાને શોધીને તેનું સંવર્ધન કરીને સાંસ્કૃતિક જતન કરવાનું કામ પાલિકાએ હાથમાં લીધું છે, જેમાં પાલિકાએ ભાયખલાના રાણીબાગમાં ચાર પાણીની પરબ જે લગભગ ૧૯૦૩થી ૧૯૩૩ના સમય દરમિયાન બાંધવામાં આવી હતી અને હેરિટેજ ત્રણ શ્રેણીમાં આવે છે. સેઠ સામલદાસ નરસીદાસ પરબ, અર્દેશીર દાદાભોય દાદીશેઠ પરબ, ખીમજી મુલજી રાંદેરિયા પરબ એમ કુલ ચાર પરબને વર્ષો સુધી રાણીબાગમાં સંભાળીને રાખવામાં આવી હતી. તેનું યોગ્ય પ્રકારે જતન કરીને કામ હવે પૂરું કરવામાં આવ્યું છે.