Mumbai: ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. જોકે, આ કપડામાં તે ઘણી અનકમ્ફર્ટેબલ દેખાઇ રહી હતી. અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તે ડીપ નેકનું શિમરી ગાઉન પહેરીને આવી હતી. જોકે, કારમાંથી નીચે ઉતરતી વખતે તે તેના ક્લીવેજને બંને હાથથી છૂપાવતી નજરે ચડી હતી. હવે આ વાતને લઇને સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યુ છે કે હવે આના સંસ્કાર કયા ગયા? અન્ય એક યૂઝરે લખ્યું છે કે કયારેક તો વ્યવસ્થિત કપડા પહેરી લે.
View this post on Instagram
View this post on Instagram