મહેશ માંજરેકર: ‘ધ ટાઈગર ઈઝ બેક’; કેન્સરને માત આપી

ફિલ્મી ફંડા

બિગ બોસ મરાઠીના અભિનેતા, દિગ્દર્શક અને હોસ્ટ મહેશ માંજરેકરે આગામી ફિલ્મ ‘દે ધક્કા 2’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ વખતે તેમણે તેમના અદ્ભુત પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમને જોઇને દરેક લોકો દંગ રહી ગયા હતા. નોંધનીય છે કે તેમને 2021માં કેન્સર હોવાનું નિદાન થયું હતું અને મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી.
મહેશ માંજરેકરે કેન્સરને માત આપી છે અને હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. કેન્સર સામેની તેમની લડત ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની છે. બિગ બોસ મરાઠી સીઝન 2 માં ભાગ લેનાર અભિનેત્રી નેહા શિતોલેએ તાજેતરમાં જ મહેશ માંજરેકર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેમનું ટ્રાન્સફોર્મેશન જોઈને નેટીઝન્સ પણ દંગ રહી ગયા છે. ઘણા લોકોએ તેના પર લાઇક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

“>
ગયા વર્ષે બિગ બોસ મરાઠી-3 ની શરૂઆત પહેલા મહેશ માંજરેકરને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમને મૂત્રાશયનું કેન્સર હતું. આ પછી મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ હતી. સર્જરી પછી તરત જ તેમણે પ્રોમો શૂટ કર્યો. તે પછી, તેમણે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે બિગ બોસ મરાઠી શોને એન્કર કર્યો હતો. મહેશ માંજરેકરે કહ્યું હતું કે, શોના સમયે તેમના શરીર પર કેથેટરની નળીઓ હતી. આ ટ્યુબ શૂટિંગ દરમિયાન છુપાવવામાં આવી હતી. શૂટ દરમિયાન દુખાવો પણ અનુભવાયો હતો. શરીરમાં એનર્જી ઓછી હતી, પરંતુ મન જુસ્સાથી ભરેલું હતું અને એ રીતે શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.