નેટફ્લિક્સે 300 કર્મચારીઓની છટણી કરી

દેશ વિદેશ

તાજેતરમાં ઘણા કર્મચારીઓની છટણી કર્યા પછી, લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix એ છટણીના બીજા રાઉન્ડમાં વધુ 300 કર્મચારીઓને કાઢી મુક્યા છે. નોકરી ગુમાવવાથી મોટાભાગે કંપનીના યુએસ વર્કફોર્સને અસર થઈ છે.
Netflix લગભગ 11,000 કર્મચારીઓની વૈશ્વિક વર્કફોર્સ ધરાવે છે. મે મહિનામાં નેટફ્લિક્સે 150 કર્મચારીઓ અને ડઝનેક કોન્ટ્રાક્ટરો અને પાર્ટ-ટાઇમ કામદારોને છૂટા કર્યા હતા.
નેટફ્લિક્સના પેઇડ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં દિન-પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. નેટફ્લિક્સે 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2 લાખ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. કંપનીના શેર્સમાં પણ તેના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q2)માં તેના વૈશ્વિક પેઇડ સબસ્ક્રાઇબરની સંખ્યામાં અધધધ 20 લાખનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે જેથી કંપનીની આવક ઘટી ગઇ છે.
Netflixને એમેઝોન પ્રાઇમ, કોમકાસ્ટના પીકોક, પેરામાઉન્ટના પેરામાઉન્ટ+ અને એચબીઓ મેક્સ, તેમજ અન્ય સ્ટ્રીમર્સ તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
Netflix તેના પ્લેટફોર્મ પર જાહેરાતો લાવશે એવી ઘોષણા પણ કરવામાં આવી છે. આ માટે કંપની Google, Comcast અને Roku સાથે વાત કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.