આ વર્ષના અંત સુધામાં ભારતમાં થનારા વનડે વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ થવાનો તબક્કો હવે ખૂબ જ રોમાંચક મોડ પર છે. નેપાલની ટીમે પોતાની દાવેદારી નોંધાવી છે અને નેપાલે આઈસીસી વર્લ્ડ કપ લીગ-ટુમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ લીગના 21મા રાઉન્ડની છઠ્ઠી મે નેપાળ અને યુએઈ વચ્ચે રમાઈ હતી અને નેપાળના કિર્તીપુરમાં આ મેચ યોજાઈ હતી. નેપાળે ડકવર્થ લૂઈસ નિયમની મદદથી યુએઈની ટીમને 9 રનથી મેચમાં પરાજિત કરી હતી અને આ જિતની સાથે નેપાળની ટીમે વર્લ્ડ કપ ક્વાલિફાયર માટે સીધુ જ ક્વાલિફાય કરી લીધું છે.

તમારી જાણ માટે કે આ મેચને જોવા માટે એટલી બધી ભીડ ઉમટી હતી કે સ્ટેડિયમમાં બેસવા માટે ક્યાંય જગ્યા બચી નહોતી. સ્ટેડિયમની બહાર ઝાડ પર બેસીને ક્રિકેટપ્રેમીઓએ મેચ જોઈ હતી. આ ભીડના અનેક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. દર્શકોએ મેચના ઝંડા પણ ઝાડ પર લગાવ્યા હતા. આ બાબતે એવું પણ કહેવાઈ રહ્યું છે કે આટલી ભીડ તો અત્યાર સુધી વર્લ્ડકપની કોઈ મેચમાં જોવા મળી નહોતી.
