નેહા કક્કડ બની નાગિન, પતિ સાથેનો વીડિયો થયો વાયરલ

ફિલ્મી ફંડા

બોલીવૂડની ટોપ સિંગર સિંગર નેહા કક્કડ તેના સોંગ અને બોલ્ડનેસ માટે જાણીતી છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર અંગત જીવનને લગતી પોસ્ટ કરતી રહે છે, જે ચર્ચાનું કેન્દ્ર બને છે. તાજેતરમાં તેના પતિ રોહનપ્રીતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે મિત્રની એક પાર્ટીમાં રોહનપ્રિત સાથે ડાન્સ કરી રહી હતી ત્યારે અચાનક તેણે નાગિન ડાન્સ કર્યો હતો, જે જોઈને લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. વીડિયો શેર કરીને રોહનપ્રીતે લખ્યું હતું કે, જો તમારો પાર્ટનર દારૂ પીધા વિના આવી રીતે ડાન્સ કરી શકે તો તેણી સાથે લગ્ન કરી લો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.