ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની અને દેશની સૌથી શક્તિશાળી મહિલામાં જેની ગણતરી થાય છે એ નીતા અંબાણી કોઈ પણ પ્રકારના વિશેષ પરિચય માટે મોહતાજ નથી. લાખો લોકો તેમની જીવનશૈલીને અનુસરે છે અને હોય પણ કેમ નહીં? તેમની લાઈફસ્ટાઈલ છે જ એવી કે કોઈને પણ એવી લાઈફસ્ટાઈલ જીવવાનું ગમે.
નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરીએ તે ખૂબ જ અનોખી અને ખર્ચાળ છે. તેમના કલેક્શનમાં રહેલી વસ્તુઓની કિંમત સાંભળીએ તો આપણા પગતળેથી જમીન ખસી જાય. પણ આજે આપણે જે બોટલમાંથી પાણી પીવે છે એ બોટલ વિશે વાત કરવાના છીએ.
નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ‘Acqua di Cristallo Tributo a Modigliani’ની બોટલમાંથી પાણી પીવે છે અને આ બોટલની ગણતરી દુનિયાભરની સૌથી મોંઘી બોટલ્સમાં થાય છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ સોનાની બનેલી છે અને આ બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું હોય છે.
એવું કહેવાય છે કે આ બોટલના પાણીમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બસ આ જ કારણ છે કે આ બોટલની કિંમત આટલી બધી વધુ છે.
વર્ષ 2010માં ‘Acqua di Cristallo Tributo a Modigliani’નું નામ ‘ગિનીસ બુક’માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું. આ બોટલને Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આ એ જ ડિઝાઇનર છે કે જેમણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘Cognac Dudognon Heritage Henri IV’ ડિઝાઇન કરી હતી.
750mlની આ બોટલની કિંમત લગભગ $60,000 છે અને આ રકમને ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો 750ml પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે. ભાઈસાબ આટલી મોંઘી પાણીની બોટલ વિશે તો આપણે માત્ર વાંચી જ શકીએ, એમાંથી પાણી પીવાની વાત તો ખૂબ જ દૂર છે.