ચેકિંગના નામે હદપાર! NEET Examની ચેકિંગ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ પણ ઉતારાવ્યા, વિવાદ વકર્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ)ની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કડકાઈના નામે વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. કેરળના કોલ્લમ જિલ્લાની એસ શૈક્ષણિક સંસ્થા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એક્ઝામ પહેલા કરવામાં આવતી ચેકિંગ દરમિયાન આશરે 100 જેટલી વિદ્યાર્થિનીના અંડરગાર્મેન્ટ્સ પણ ઉતારાવ્યા હતાં. જોકે, કોલ્લમની આ સંસ્થાએ આ દાવાને પોકળ ગણાવ્યા છે. બીજી બાજુ વિદ્યાર્થિનીઓના પરિવારોએ પોલીસમાં ગુનો દાખલ કર્યો છે અને પોલીસ આ મામલે તરાસ કરી રહી છે.
બીજી ઘટના રાજસ્થાનના કોટાથી આવી છે. કોટાની મોદી કોલેજ સેન્ટર પર વિદ્યાર્થિની હિજાબ પહેરીને પહોંચી હોવાથી પોલીસે તેને રોકીને હિજાબ ઉતારવાનું કહ્યું. જોકે, તેણે હિજાબ ઉતારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. પોલીસના સમજાવવા પર તે ન માની હોવાથી લેખિતમાં તેની પાસેથી નિવેદન લેવામાં આવ્યું કે પરીક્ષા સંબંધિત કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો તેની જવાબદાર વિદ્યાર્થિની પોતે રહેશે.
નોંધનીય છે કે એક્ઝામ સેન્ટરમાં સ્લીવલેસ ડ્રેસ પહેરીને આવવાની મનાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત કાનની બૂટી, ઘડિયાળ અને અન્ય વસ્તુ પહેરીને આવ્યા હોય તો તે જપ્ત કરી લેવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.