દેશ માટે આપ્યું સર્વોચ્ચ બલિદાન, એવા મરાઠા શૂરવીર પર બની રહી છે બાયોપિક

ફિલ્મી ફંડા

Mumbai: મરાઠા શૂરવીર અને શૌર્યચક્રથી સન્માનિત ભારતના સપૂત એવા પેરા કમાન્ડો મધુસૂદન સુર્વેના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. બોલીવૂડના દિગ્દર્શક નીરજ પાઠકે આ બાયોપિક બનાવવાના રાઈટ્સ ખરીદી દીધા છે. તાજેતરમાં નીરજ પાઠકે સુર્વેના ગામમાં જઈને આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમનું માનવું છે કે મરાઠા પેરા કમાન્ડોની ફરજ બજાવતી વખતે દેશ માટે 11 ગોળીઓ ખાધી, એટલું જ નહીં તેમણે પોતાનો પગ પણ ગુમાવી નાંખ્યો. તેમના આ બલિદાન અને દેશપ્રેમને સલામી આપવાનો આનાથી વધુ સારું માધ્યમ કંઈ હોઈ શકે નહીં.

લેખક-નિર્માતા અને દિગ્દર્શક નીરજ પાઠકે જણાવ્યું હતું કે, ભારત ત્યાં સુધી સ્વતંત્ર રહેશે, જ્યાં સુધી અહીં મધુસૂદન સુર્વે જેવા વીરોના ઘર છે.
યુદ્ધ દરમિયાન સાથી સિપાહીને બચાવતી વખતે મધુસૂદન સૂર્વેને 11 ગોળી લાગી હતી, તેમનો પગ ગંભીર રીતે જખમી થયો હતો અને તેમણે પોતાના ડાબા પગને ઘુંટણ સુધી કાપી નાંખ્યો હતો. હોસ્પિટલમાં સર્જરી દરમિયાન તેમણે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ફુટબોલ રમતી વખતે જખમી થયા હતાં.

નીરજ પાઠકે ફિલ્મ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેં પેરા કમાન્ડો મધુસૂદન સૂર્વેની બાયોપિક બનાવવાના રાઈટ્સ ખરીદી લીધા છે. રિસર્ચનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. કાસ્ટિંગ માટે અમે પહેલા બોલીવૂડના એ ગ્રેડના કલાકારો સાથે વાતચીત કરીશું, જેમણે આજ સુધી કોઈપણ કમાંડો કે ઓફિસરનો રોલ ન કર્યો હોય. મોટા ભાગે આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થઈ જશે.

કોણ છે મધુસૂદન સુર્વે?

મધુસૂદન સુર્વે એક ભૂતપૂર્વ પેરા કમાન્ડો છે અને એક ઘાતક સૈનિક છે, જેને દુશ્મનની રેખાઓ પાછળ કામ કરવા અને તેમની યોજનાને વિફળ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. તેમને સર્જિકલ સ્ટાઈકના માધ્યમથી દુશ્મનના મહત્ત્વપૂર્ણ માળકા અને તોડફોડ કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. તેઓ આસામમાં ઓપરેશન રાઈનો, જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન રક્ષક, કારગિલમાં ઓપરેશન વિજય, નાગાલેન્ડમાં ઓપરેશન ઓર્કિડ અને મણિપુરમાં ઓપરેશન હિજાજત માટે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે.

તેમની ટીમે 32 કરતાં વધુ આંતકવાદીઓને ઠાક કર્યા હતાં. તેઓ દક્ષિણ આફ્રિકામાં પણ સંયુક્ત રાષ્ટ્ર શાંતિની સુરક્ષા માટેના મિશન પર હતાં. તેમના પરિવારેની આગામી પેઢી પણ દેશની સેવા માટે કામ કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.