પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્ય પોલીસદળની પ્રતિષ્ઠાને પુન:સ્થાપિત કરવાની હાકલ કરી હતી, કેટલાક લોકો દ્વારા છેલ્લા ૩ વર્ષોમાં આ છબી પર કલંક લગાવવામાં આવ્યા હતા.
રાજ્યના ગૃહ ખાતાનો હવાલો સંભાળતા ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાંથી ડ્રગ્સના દૂષણનો નાશ કરવાની વ્યૂહરચના તૈયાર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આને માટેની ઝુંબેશ ટૂંક સમયમાં છેડવામાં આવશે.
સિનિયર પોલીસ અધિકારીઓની એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસના વિવિધ વિભાગોમાં ગુનાના દર, દોષ સિદ્ધિના દર, કાર્યશૈલી અને અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
ફડણવીસે પોલીસોને એવી ખાતરી આપી હતી કે બદલી અને પોસ્ટિંગમાં હવે કોઈ ખોટું કામ કરવામાં આવશે નહીં.
તાજેતરમાં અમે કેટલીક બદલીઓ કરી હતી, પરંતુ કોઈને ભ્રષ્ટાચાર સંબંધીત ફરિયાદ મળી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોલીસો પોતાની જવાબદારી નિષ્ઠાપુર્વક પાર પાડશે.
મહારાષ્ટ્ર પોલીસની છબી સુધારવાની આવશ્યકતા: નાયબ મુખ્ય પ્રધાન
RELATED ARTICLES