દિલ્હીના એમસીદી ઈલેક્શનમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આપ કાર્યકર્તાને સંબોધિત કરતાં સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પર ભરોસો કરવા બદલ દિલ્હીવાસીઓનો આભાર. દિલ્હીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બધાનો જ સહયોગ જરૂરી છે. ખાસ કરીને કેન્દ્રનો સહયોગ વધુ મહત્ત્વપૂર્ણ છે. આજે હું આ મંચના માધ્યમથી પીએમ મોદી પાસેથી આશીર્વાદ લેવા માગું છું.
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, મારા પાસે ઘણા લોકો આવે છે. ઘણા મોટા નેતાઓ કહે છે કે વોટ મેળવવા માટે અપશબ્દોનો પ્રયોગ કરવો પડે છે, પરંતુ અમને કોઈ કેટલું પણ ઉક્સાવે, અમે બોલબચ્ચનથી નહીં પરંતુ અમે કામ કરીને દેખાડીએ છીએ ત્યારે જનતા અમને વોટ આપે છે.