રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં દાખલ કર્યું ઉમેદવારીપત્ર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ રહ્યા હાજર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું છે. મુર્મૂએ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાન તેમની સાથે હાજર રહ્યા હતા. વિપક્ષે યશવંત સિંન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે, પણ આંકડાઓ પર નજર નાખીએ તો દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવાનું લગભગ નક્કી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભાના 540 અને રાજ્યસભાના 229 સાંસદો સિવાય રાજ્યોની વિધાનસભાઓના કુલ 4,033 ધારાસભ્યો વોટિંગ કરે છે. ચૂંટણી દરમિયાન આ તમામ જનપ્રતિનિધિઓના વોટોની વેલ્યૂ કાઢવામાં આવે છે. કુલ વોટ વેલ્યૂ 10,78,915 છે, જયારે કોઇપણ ઉમેદવારને બહુમત માટે 5,39,458 જોઇએ. ગઠબંધનના હિસાબે સાંસદો અને ધારાસભ્યોની વોટ વેલ્યૂ ભેગી કરીને જોઇએ તો એનડીએ પાસે સૌથી વધુ 5,26,000 વોટ હશે. યૂપીએ પાસે આ આંકડો ખૂબ ઓછો છે. ઉપરથી ઓડિશાના સીએમ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ પણ એનડીએ ઉમેદવારનું સમર્થન કર્યું છે. એટલે એ સ્પષ્ટ છે કે વિપક્ષ અને અન્ય મળીને પણ બહુમતીનો આંકડો પૂરો કરી શકે એમ નથી.

Presidential polls: Draupadi Murmu files nomination in presence of PM Modi, Cabinet ministers and CMs in

1 thought on “રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં દાખલ કર્યું ઉમેદવારીપત્ર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ રહ્યા હાજર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.