NCRB ડેટા રિપોર્ટ 2021: કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાત પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર બીજા ક્રમે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) 2021ના અહેવાલ મુજબ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાતમાં સતત બીજા વર્ષે સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. NCRBના રીપોર્ટ પ્રમાણે વર્ષ 2021માં ગુજરાતમાં 23 કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે. અહેવાલ મુજબ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની સંખ્યામાં એક વર્ષમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. NCRB 2020 ના ડેટા અનુસાર ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથઅ 15 કેસ નોંધાયા હતા. સમગ્ર ભારતની વાત કરીએ 2021માં કુલ 88 કસ્ટોડિયલ ડેથના કેસ નોંધાયા હતા જયારે 2020માં 76 કેસ નોંધાયા હતા. કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાત પછી મહારાષ્ટ્રનો બીજા ક્રમે આવે છે આવે છે જ્યાં 2021માં 21 કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે.
વર્ષ 2021માં ગુજરાતમાં નોંધાયેલા 23 કસ્ટોડિયલ ડેથનીમાંથી 22 મૃત્યુ જ્યારે તેઓ રિમાન્ડમાં ન હતા ત્યારે પોલીસ કસ્ટડી અથવા લોક-અપમાં મૃત્યુ પામ્યા હતા. ગુજરતમાં નોંધાયેલા 23 કસ્ટોડિયલ ડેથમાંથી 9 આત્મહત્યા સમાવેશ થાય છે, જયારે 9 લોકો પોલીસ કસ્ટડીમાં બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. જયારે પોલીસ કસ્ટડીમાં પોલીસ દ્વારા માર મરાતા બે મૃત્યુ પામ્યા હતા. જયારે એક મૃત્યુ કથિત રીતે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પોલીસે કરેલી કાર્યવાહીમાં થયું હોવાનું રીપોર્ટમાં કહેવાયું છે. 2020 માં પોલીસ માર મારવાને કારણે પોલીસ કસ્ટડી દરમિયાન ઇજાઓ થવાથી કોઈનું મૃત્યુ થયું ન હતું.
નોંધનીય છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો 2021 ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ગુજરાતમાં 12 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. 2020 માં આવી કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.