NCPના નેતા અજિત પવાર હશે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે એકનાથ શિંદે (Eknath Shinde) સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. વોટિંગ દરમિયાન શિદે-ભાજપ જૂથને 164 વોટ મળ્યા હતા, જયારે વિપક્ષને 99 વોટ મળ્યા હતા. આજે NCPના નેતા અજિત પવાર (Ajit pawar) ને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલે (Jayant Patil) અજિત પવારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાનો સાધ્યો હતો.
એમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસના ભાષણમાં પહેલા જેવો જોશ દેખાતો નથી. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના એવા નેતા છે જેમણે અઢી વર્ષમાં ત્રણ પદો પર કામ કર્યું છે. પહેલા તેઓ મુખ્યપ્રધાન બન્યા, પછી વિધાનસભાના વિપક્ષના નેતા અને હવે નાયબ મુખ્યપ્રધાનના રૂપમાં કામકાજ કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.