Homeઆમચી મુંબઈપુણેમાં કાર્યક્રમ ભાજપનો અને ગીત એનસીપીનું!

પુણેમાં કાર્યક્રમ ભાજપનો અને ગીત એનસીપીનું!

મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને ઠાકરે વચ્ચેનું રાજકારણ શમવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે ભાજપ રાજ્યમાં ઠેર ઠેર સક્રિય થઈ રહી છે. પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુણેમાં ભાજપના એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ નિર્ધારિત યોજના અનુસાર ચાલી રહ્યો હતો. અતિથિ રૂપે કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત દાદા પાટીલ આવ્યા હતાં. તેમની એન્ટ્રી થતાની સાથે ડીજે પર અચાનક એનસીપીનું ગીત વાગ્યું હતું. ભાજપ કાર્યકર્તાઓએ તાત્કાલિક આ ગીતને બંધ કરાવ્યું હતું, પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે ભાજપના કાર્યક્રમમાં એનસીપીનું ગીત વાગ્યું કઈ રીતે? આ કોઈ ભૂલ હતી કે પછી રાજકારણનો ભાગ? પક્ષ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ભાજપ નેતાઓ નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે ડીજે ઓપરેટરે સાઉન્ડ સિસ્ટમ ગેરકાયદે ઈન્સ્ટોલ કરી હોવાથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular