મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે એનસીપી નેતા છગન ભુજબળે શિંદે સરકા પર આકરા પ્રહારો કર્યા હતાં. કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે હાલમાં બે દાઢી ચર્ચામાં છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાસક પક્ષ અને વિપક્ષની સંમતિથી સુધારેલું GST બિલ વિધાનસભામાં રજૂ કર્યું ત્યારે એનસીપી નેતા છગન ભુજબળે પણ આ બિલ અંગે પોતાનું વલણ રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમે ખુશ છીએ કે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. હાલમાં દિલ્હીમાં એવી ચર્ચા થઈ રહી છે કે તમારું વજન ઘણું વધી ગયું છે. આ વિશે વાત કરતાં તેમણે સીએમ એકનાથ શિંદેની સરખામણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હતી.

હાલમાં તમે અનાજ પર GST લગાવી રહ્યા છો. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા તમામ કાયદા રાજ્યમાં પણ માન્ય છે. પરંતુ આ નિર્ણયને કારણે સામાન્ય માણસ મોંઘવારીના બોજ નીચે દબાઈ રહ્યો છે તેમ કહીને ભાજપની ટીકા કરી હતી કે તમે આવતીકાલે ભાષણ પર પણ જીએસટી લાદશો.

આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ભુજબળના ભાષણમાં વિક્ષેપ ઊભો કરતાં જણાવ્યું હતું કે, ભુજબળ સાહેબ ભાષણ પર જીએસટી લાગુ થાય તે પહેલા તમે બોલી લો.

Google search engine