વિદાય થઈ રહેલા વર્ષને હવે ગણતરીની દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષની ઉજવણી નિમિત્તે માદક પર્દાથની હેરાફેરીના કિસ્સાને ધ્યાનમાં રાખીને એનસીબીએ બુધવારે કાર્યવાહી કરતા મુંબઈમાંથી 400 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે અને બે જણની ધરપકડ કરવામાં આવી હોવાનું સત્તાવાર જણાવ્યું હતું.
એનસીબી (નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો)એ મુંબઈમાંથી 400 કિલોનું ચરસ જપ્ત કર્યું છે, જ્યારે તેની કિંમત માર્કેટમાં કરોડો રુપિયાની છે. નવા વર્ષની ઉજવણી નિમિત્તે તેનો ઉપયોગ કરવાની શંકા અધિકારીઓએ સેવી હતી. જપ્ત કરવામાં આવેલા ચરસ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગોવામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. એનસીબીની કાર્યવાહી દરમિયાન એમ. કુમાર અને બીજા અજય નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. આ બંને જણની ધરપકડ એનસીબીએ થાણેમાંથી કરી હતી. બંને જણ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી ભૂરા રંગની બેગમાંથી 16 પેકેટ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહીં આપ્યા પછી તેની તપાસ કરતા બેગમાંથી ચરસ મળી આવ્યું હતું.
એનસીબીની સૌથી મોટી કાર્યવાહીઃ મુંબઈમાંથી 400 કિલો ચરસ જપ્ત
RELATED ARTICLES