સાઉથની ખૂબસુરત એક્ટ્રેસ નયનતારા અને વિગ્નેશે નવમી જૂનના ચેન્નઈના મહાબલીપુરમાં લગ્ન કરી લીધા છે. આ સ્ટાર કપલના વેડિંગ ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. નયનતારાનો વેડિંગ આઉટફિટ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
બંનેના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ પહોંચ્યા હતાં. મહત્ત્વની વાત એ છે કે નયનતારાની વેડિંગમાં કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને પણ હાજરી આપી હતી.
નયનતારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ભગવાનની કૃપાથી બ્રહ્માંડ, અમારા માતા-પિતા અને સૌથી સારા દોસ્તોના આશીર્વાદથી…
નયનતારા અને વિગ્નેશની મુલાકાત વર્ષ 2015માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. ફિલ્મ બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ. સાત વર્ષ ડેટ કર્યા બાદ તેમણે ગુરુવારે પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.
