Homeદેશ વિદેશનાયકાના શેરમાં ધોવાણ ચાલુ, વધુ બે ટકા તૂટ્યો

નાયકાના શેરમાં ધોવાણ ચાલુ, વધુ બે ટકા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: નાયકાની પેરેન્ટ કંપની એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સનો શેર બુધવારે ત્રણ ટકા ઘટીને રૂ. ૧૬૯ બોલાયો હતો. સત્રને અંતે બીએસઇ પર આ શેરનો ભાવ ૨.૦૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૭૧.૬૫ બોલાયો હતો. નાયકાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અરવિંદ અગ્રવાલના રાજીનામા બાદ કંપનીના શેરમાં આ બ્રેક જોવા મળી હતી. નાયકાએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે અરવિંદ અગ્રવાલ ૨૫ નવેમ્બરે કંપની અને તેમનું પદ છોડી દેશે. આ સાથે કંપનીએ કહ્યું છે કે અગ્રવાલ ડિજિટલ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ સ્પેસમાં નવી તકો શોધશે. પ્રિ-આઈપીઓ ઈન્વેસ્ટર્સ માટે લિસ્ટિંગ બાદનો લોકઈન પિરિયડ પૂર્ણ થવાની સાથે જ નાયકાના શેરમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ રહી છે. લાઇટહાઉસ ઇન્ડિયાએ મંગળવારે બ્લોક ડીલ દ્વારા રૂ. ૩૩૫ કરોડના મૂલ્યના નાયકાના શેર વેચ્યા હતા. કંપનીએ આ શેર્સ રૂ. ૧૮૦-૧૮૩.૫૦ પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડમાં વેચ્યા હતા. એનઆરઆઇ રોકાણકાર માલા ગોપાલ ગાંવકરે બલ્ક ડીલ દ્વારા રૂ. ૧૦૦૯ કરોડની કિંમતના નાયકાના ૫.૭૫ કરોડ શેર વેચ્યા હતા. તેણે આ શેર રૂ.૧૭૫.૪૮ની સરેરાશ કિંમત સાથે વેચ્યા હતા. લાઇટહાઉસ ઇન્ડિયા ફંડ-થ્રી એ અગાઉ રૂ. ૫૨૫ કરોડના નાયકા શેર વેચ્યા હતા. આ સિવાય સેગન્ટી ઈન્ડિયા મોરેશિયસ અને અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ટીપીજીએ પણ ભૂતકાળમાં શેર વેચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular