બોલ્ડનેસની બાબતમાં હિરોઈનોને પણ ટક્કર આપે છે આ અભિનેતા, સ્વેગ જોઈને ઓળખવો મુશ્કેલ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડના મોસ્ટ વર્સટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી રિવેન્જ ડ્રામા ફિલ્મ ‘Haddi’ માં જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મનું ફર્સ્ટ લૂક રિલીઝ થયું છે, જેમાં એક્ટરને ઓળખી શકાય તેમ નથી. નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. પોસ્ટરમાં તેણે ગ્રે કલરનું શિમરી ગાઉન પહેર્યું છે. બોલ્ડ મેકઅપ અને સ્ટાઈલિશ હેરસ્ટાઈલમાં નવાઝુદ્દીનને ઓળકવું મુશ્કેલ થઈ રહ્યું છે.

નવાઝુદ્દીનએ આ અંગે જણાવ્યું હતું કે, મેં ઘણા અલગ અને ઈન્ટરેસ્ટિંગ પાત્રો ભજવ્યા છે પરંતુ આ ફિલ્મ મારા માટે ખૂબ જ યુનિક અને સ્પેશિયલ થશે, કારણ કે મને આ અવતારમાં કોઈએ જોયો નહીં હોય. એક એક્ટર તરીકે આગળ વધવામાં મને આ પાત્ર મદદ કરશે.

હાલમાં આ હડ્ડી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

તમને નવાઝુદ્દીનો આ અવતાર કેવો લાગ્યો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.