અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની પૂર્વ પત્ની આલિયા સિદ્દીકીએ તેના પર અનેક આરોપો લગાવ્યા બાદ પોતાનું મૌન તોડ્યું છે. સોમવારે ઇન્સ્ટાગ્રામ પર નવાઝુદ્દીને એક નિવેદન શેર કર્યું હતું. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, “આ કોઈ આરોપ નથી પરંતુ મારી લાગણીઓને વ્યક્ત કરે છે.” અભિનેતાએ કહ્યું હતું કે લોકોનો એક વર્ગ ‘એકતરફી અને હેરાફેરીવાળા સમાચારોનો આનંદ ઉઠાવી રહ્યો છે. નવાઝુદ્દીને એવો પણ દાવો કર્યો હતો કે તેની પૂર્વ પત્ની આલિયાને ‘માત્ર વધુ પૈસા જોઈએ છે’ અને ઉમેર્યું હતું કે ‘તે તેનો નિત્યક્રમ છે’. તેણે એમ પણ કહ્યું કે આલિયા ‘મને બ્લેકમેલ કરવા, મારી પ્રતિષ્ઠાને બગાડવા, મારી કારકિર્દી બગાડવા અને તેની ગેરકાયદેસર માંગણીઓ પૂરી કરવા માટે આ બધું કરી રહી છે’. અભિનેતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેના અને આલિયાના છૂટાછેડા થઈ ગયા છે. “મારા મૌનને કારણે મને દરેક જગ્યાએ ખરાબ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મારુ ચૂપ રહેવાનું કારણ એ છે કે આ બધો તમાશા ક્યાંક ને ક્યાંક મારા નાના બાળકો વાંચશે. મારે કેટલીક સ્પષ્ટતા કરવાની છે. સૌ પ્રથમ તો હું અને આલિયા ઘણા વર્ષોથી સાથે નથી રહેતા, અમારા છૂટાછેડા થઈ ગયા છે. અમે માત્ર અમારા બાળકો માટે સાથે છીએ. એણે એમ પણ કહ્યું હતું કે તેના બાળકો 45 દિવસથી દુબઇમા સ્કૂલે ગયા નથી, કારણ કે આલિયા તેની પાસે વધુ પૈસા માગી રહી છે. તે આલિયાને દર મહિને ભરણપોષણ માટો 10 લાખ રૂપિયા આપે છે, પણ આલિયા વધુ પૈસાની માગણી કરી રહી છે. ઉપરાંત તેમની સ્કૂલ ફી, ટ્રાવેલિંગ અને અન્ય ખર્ચ પણ નવાઝ જ ઉઠાવે છે.
This is not an allegation but expressing my emotions. pic.twitter.com/6ZdQXMLibv
— Nawazuddin Siddiqui (@Nawazuddin_S) March 6, 2023
નવાઝે જણાવ્યું હતું કે તેણે બાળકો માટે આલિયાને લક્ઝરિયસ ગાડી આપી હતી એ પણ આલિયાએ પૈસા માટે વેચી કાઢી હતી. નવાઝએ બાળકો માટે અઁધેરીના વર્સોવા ખાતે એક સી ફેસિંગ ફ્લેટ પણ ખરીદ્યો છે, જેમાં આલિયાને સહ-માલિક રાખી છે. નવાઝે આક્ષેપ કર્યો હતો કે આલિયાએ એના અને એની માતા પર અસંખ્ય કેસ દાખલ કર્યા છે અને તે તેનો નિત્યક્રમ છે, તેણે ભૂતકાળમાં પણ આવું જ કર્યું છે. જ્યારે પણ તેમના બાળકો વેકેશન દરમિયાન ભારત આવતા હતા, ત્યારે તેઓ તેમની દાદી સાથે જ રહેતા હતા. તેણે બાળકોને ક્યારેય ઘર બહાર કાઢ્યા જ નથી. આલિયા આ બધુ બ્લેકમેઇલિંગ કરવા માટે કરી રહી છે. નવાઝે જણાવ્યું હતું કે તે તેના બળકોને પ્રેમ કરે છે અને તેમના સુખદ ભવિષ્ય માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે.