બોલીવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન, તેમની દીકરી શ્વતા બચ્ચન અને તેમની દોહિત્રી નવ્યા છેલ્લાં કેટલાક અઠવાડિયાથી નવ્યાનો પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યામાં પોતાના અંગત જીવન વિશે ખુલાસા કરે છે. તાજેતરમાં નવ્યાએ તેના મામા અભિષેક બચ્ચનને લઈને ચોંકાવરાનો ખુલાસો કર્યો છે. નવ્યાએ અભિષેક વિશે જણાવ્યું હતું કે, પરિવારમાં મામાએ એવો માહોલ બનાવ્યો છે, જ્યાં તમે પોતાના મત રજૂ કરી શકો છે. કોઈપણ ચીજ વિશે ખુલીને વાત કરી શકો છો અને આ મને ખૂબ જ ગમે છે.
નવ્યાની વાત પૂરી થાય એ પહેલા જયા બચ્ચને કહ્યું હતું કે, એક દિવસ પહેલા ડાઈનિંગ ટેબલ પર ખૂબ જ કડક એક્શન લેતા હું ચૂકી ગઈ હતી. તેનો જવા આપતા નવ્યાએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી વાત થઈ રહી હતી ત્યારે મામા (અભિષેક બચ્ચન)એ મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું હતું અને કહ્યું કે આ મ્યુઝિક મમ્મી માટે વગાડો શ્વેતા દી. નવ્યાએ કહ્યું કે જ્યારે તે ઘરમાં તણાવપુર્ણ વાતાવરણ જુએ છે ત્યારે તેઓ આવું કરે છે.