થાણે રાસ રંગ ૨૦૨૨’ દ્વારા નવરાત્રિનું આયોજન

આમચી મુંબઈ

ક્રેડાઈ એમસીએચઆઈ થાણે, આશર ગ્રૂપ અન્ય સંસ્થાના ઉપક્રમે
થાણેમાં યોજાશે કાર્યક્રમ, ૨૬મી સપ્ટે.થી પાંચમી ઑક્ટોબરના આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના સંબંધિત વિવિધ પ્રકારનાં આકરાં નિયંત્રણોને કારણે થાણેમાં નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નહોતું ફરી એક વાર ‘થાણે રાસ રંગ ૨૦૨૨’ દ્વારા ભવ્ય નવરાત્રિનું આયોજન કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
ક્રેડાઈ (ક્ધફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા) એમસીએચઆઈ થાણે, આશર ગ્રૂપ અને ફેરપ્લે દ્વારા જનસેવા પ્રતિષ્ઠાન અને થાણે જિતો ચેપ્ટરના સહયોગથી ૨૬મી સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર, ૨૦૨૨ના નવ દિવસ માટે થાણે પશ્ર્ચિમ (મોડેલા મિલ્સ કમ્પાઉન્ડ, થાણે-મુલુંડ સર્કલ, ચેકનાકા નજીક) ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, એવું કાર્યક્રમના આયોજક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે મુંબઈની માફક થાણે પણ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર છે. જોકે, લૉકડાઉન પછી આકરાં નિયંત્રણો હોવાને કારણે નવરાત્રિનું આયોજન કરી શકાયું નહોતું, પણ આ વખતે ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના નવરાત્રિના નવ દિવસના કાર્યક્રમમાં ખેલૈયાઓ, દાંડિયારાસ પ્રેમીઓ અને સિનિયર સિટિઝન સૌકોઈ ભાગ લેશે એવી અપેક્ષા છે. અહીંના કાર્યક્રમમાં રોજના ૧૨,૦૦૦થી વધુ મુલાકાતી મુલાકાત લે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
થાણેમાં યોજાતી નવરાત્રિ રાસરંગ કાર્યક્રમને લોકો તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળે છે. નવ દિવસના કાર્યક્રમમાં લોકો રંગબેરંગી ડ્રેસમાં સજ્જ થઈને ભાગ લેતા હોય છે અને આ વખતે પણ દરેક દિવસે અલગ અલગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, આ ઈવેન્ટ તમને ડિજિટલ અથવા ઑનલાઈન (www.rasrang.in) પર જોવા મળશે, એમ ક્રેડાઈ એમસીએચઆઈ થાણેના ઓનરરી સેક્રેટરી મનીષ ખંડેલવાલે જણાવ્યું હતું.
નવ દિવસના નવરાત્રિના ભવ્ય કાર્યક્રમનું સંચાલન રોકસ્ટાર નૈતિક નાગડાની ટીમ કરશે, જ્યારે તેમની ટીમમાં અન્ય જાણીતા ગાયકો ઉમેશ બારોટ, કોશા પંડ્યા, દિવ્યા જોશી અને અંબર દેસાઈ વગેરે ભાગ લેશે. આ ઉપરાતં, અન્ય જાણીતા ગાયક અને કલાકારો પણ ભાગે લે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નવ દિવસના કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના સ્થળે ભાગ લેનારા લોકોના આરોગ્ય અને સુરક્ષા સંબંધિત વિવિધ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કોરોના સંબંધિત તકેદારીનાં પગલાં ભરવામાં આવશે. નવ દિવસના કાર્યક્રમમાં ફક્ત થાણેવાસીઓ જ નહીં, પરંતુ મુંબઈ અને સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માંથી લોકો ભાગ લઈ શકે છે, એવું આયોજકોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.