Amravatiના પોલીસ કમિશ્નરને પદ પરથી હટાવવામાં આવે! MP નવનીત રાણાએ ગૃહ પ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Amravati: અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana ) અને તેના એમએલએ પતિત રવિ રાણાએ અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને ઉદયપુરમાં થયેલી દરજીની હત્યા જેવી ગણાવી છે.
રાણા દંપતિનો દાવો છે કે આ કેસને દબાવવા માટે પોલીસે ખોટી દિશામાં તપાસને આગળ વધારી છે. આ અંગેની ફરિયાદ કરતા નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને અમરાવતીના પોલીસ કમિશ્નર આરતી સિંહને પદ પરથી હટાવવાની માંગ કરી છે અને સાચી દિશામાં તપાસને આગળ વધારીને દોષીઓને કડક સજા આપવાની માંગ કરી છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ કેસની તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ)ને આદેશ આપી દીધો છે. અમરાવતી પોલીસ પ્રારંભિક તપાસમાં કહ્યું હતું કે લૂંટના ઇરાદાથી ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી છે, પરંતુ ભાજપના નેતાઓનો દાવો હતો કે પોલીસની તપાસ ખોટી દિશામાં થઇ રહી છે. ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. એ પછી તેને ધમકીઓ મળી રહી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.