લવ જિહાદ મામલે પોલીસ અધિકારી પર બગડી નવનીત રાણા! કહ્યું મારો ફોન રેકોર્ડ શા માટે કર્યો? જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા લવ જિહાદ મુદ્દે પોલીસ અધિકારી સામે આક્રમક થયા હતાં. તેમણે આરોપ લાગાવ્યો છે કે એક મુસ્લિમ યુવકે જબરદસ્તી એક હિંદુ યુવતી સાથે કરેલા લગ્નના મામલાને પોલીસ દબાવવાની કોશિશ કરી રહી છે.
અમરાવતી પોલીસ સ્ટેશનમાં નવનીત રાણાએ જણાવ્યું હતું કે, અમરાવતીમાં લવ જિહાદ ખૂબ જ ચાલી રહ્યું છે. ફરી એક વાર હિંદુ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. હવે એ યુવતી ક્યાં છે કેવી હાલતમાં છે અંગે પોલીસ સંતોષકારક જવાબ આપી રહી નથી. એક જનપ્રતિનિધિ તરીકે ફોન કરીને પોલીસ અધિકારીઓને પુછી રહી હતી કે આ મામલે શું કાર્યવાહી કરી તો તેમણે મારો ફોન રેકોર્ડ કર્યો. મારો સવાલ એ છે કે એક જનપ્રતિનિધિનો ફોન રેકોર્ડ કરવાનો અધિકાર કોણે આપ્યો? યુવતીના પરિજનો સતત કહી રહ્યા છે કે તેમની દીકરીને કોઈ પકડીને લઈ ગયું છે, પરંતુ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી નથી. તેથી મદદ માટે યુવતીના પરિજનો મારા ઘરે આવ્યા હતાં. જે બાદ રાણાએ પોલીસને ફોન કર્યો તો તેમણે રાણાનો ફોન રેકોર્ડ કર્યો મારો ફોન રેકોર્ડ કરવામાં આવ્યો. આવા પ્રકારની ઘટના અમરાવતીમાં છાશવારે બની રહી છે. 15થી 17 વર્ષની સગીરાઓને ભગાવીને લઈ જાય છે અને તેમની સાથે અત્યાચાર કરવામાં આવે છે. મારી એ માંગણી છે કે હાલમાં હિંદુ યુવતીને સંબંધિત યુવકના ચુંગાલમાંથી છોડાવવામાં આવે અને તેના માતા-પિતાને સોંપવામાં આવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.